રામમનોહર લોહિયા

                   સમાજવાદી યોદ્ધા :
         રામમનોહર લોહિયા(૧૯૧૦-૧૯૬૭)

            આજે મહાન ક્રાંતિકારીઓ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવનો શહીદ દિવસ છે. તેમની શહાદતના સ્મરણ સાથે આજે જેમનો જન્મદિવસ છે તેવા રામમનોહર લોહીયાની વાત.
           ફૈઝાબાદ પાસે અકબરપુરમાં જન્મેલાં લોહીયાના માતા તેમની અઢી વર્ષની ઉંમરમાં જ અવસાન પામ્યા હતા. પિતા પાસેથી દેશભક્તિ,આઝાદી અને ગાંધીવિચારનો વારસો મળ્યો હતો.
          ૧૯૨૯માં કોલકતાથી સ્નાતક થયા, પીએચ.ડી થવા જર્મની ગયા ત્યાંથી પદવી તો મેળવી જ સાથે જર્મન ભાષા શીખ્યા અને રાષ્ટ્રભાષા પરત્વે સર્વોપરી આદર પણ પ્રાપ્ત કર્યા.યુરોપ નિવાસ દરમિયાન લોહીયાએ ભારતીય રાષ્ટ્રવાદના પ્રચાર માટે સંગઠન પણ રચ્યું હતું.
          ભારત આવ્યાં પછી ગાંધીપ્રભાવમાં જીવન દેશ માટે સમર્પિત કર્યું. નાના-મોટાં અનેક આંદોલનોમાં ભાગ લઈ જેલવાસ પણ ભોગવ્યો હતો. ૧૯૩૪માં કોંગ્રેસ. સમાજવાદી પક્ષના એક સ્થાપક સભ્ય બન્યા.
          આઝાદી બાદ રામમનોહર લોહિયા સમાજવાદી રાજનીતિ ,લિંગભેદનો અંત, રાષ્ટ્રભાષા તરીકે હિન્દીનો પ્રચાર, નાતજાતના નિવારણ માટે "રોટી-બેટી વ્યવહારની હિમાયત જેવાં અનેક મુદ્દે સક્રિય રહ્યાં હતાં."તીન આનાં પન્દ્રહ આના"નાં માઘ્યમથી નેતાઓના ઉડાઉ ખર્ચાઓનો વિરોધ કર્યો હતો. અંગ્રેજી ભણેલા અને અભણ માણસો વચ્ચે ભેદભાવ ઊભો કરે છે તેવું સટીક નિરીક્ષણ લોહીયાનું હતું.
           પ્રખર દેશભક્ત, તેજસ્વી સમાજવાદી વિચારક અને પોતાનાં દમ પર ભારતીય રાજનીતિની રૂખ બદલનાર રામમનોહર લોહીયાનું ૧૨ ઓક્ટોબર ૧૯૬૭ના રોજ અવસાન થયું હતું. તેમનું જે હૉસ્પિટલ માં અવસાન થયું હતું તે આજે રામમનોહર લોહિયા હોસ્પિટલ તરીકે જાણીતી છે. આવા મહાન નેતા વિષે ગાંધીજીએ કહ્યું હતું કે "લોહિયા કરતાં વધુ બહાદુર અને સબળ વ્યક્તિ મારી જાણમાં નથી".
          લોહિયાએ " જંગ જૂ આને", "ક્રાંતિ કી તૈયારી કરો", આઝાદ રાજય કૈસે બને" જેવા પુસ્તકો લખ્યાં છે.
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૨૩ માર્ચ ૨૦૧૯, અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ