શશી કપૂર
ચોકલેટી અભિનેતા : શશી કપૂર
આજે તારીખ ૧૮ માર્ચ. નોબલ પુરસ્કાર વિજેતા રેન્ડલ ક્રેમર, રૂડોલ્ફ ડીઝલ, ક્રિકેટર એકનાથ સોલકર સ્વાતંત્ર્ય સૈનિક વામનગોપાલ જોષી સમેત ચોકલેટી અભિનેતા શશી કપૂરનો જન્મદિવસ છે.
પૃથ્વીરાજ કપૂરના આ ત્રીજાં નંબરના પુત્રનો જન્મ કોલકાતામાં થયો હતો. મૂળનાંમ બલવીરરાજ. પ્રારંભિક શિક્ષણ મુંબઈની ડોન બોસ્કો સ્કુલમાં લીધું પણ કોલેજનો દરવાજો દીઠો ન હતો. રજાઓમાં પિતા પૃથ્વીરાજ બાળક શશીને અભિનય માટે પ્રોત્સાહિત કરતાં. શશી નાટય ગ્રુપ સાથે પણ સંકળાયા હતાં.
શરૂમાં ધરમપુત્ર, ચાર દીવારી, પ્રેમપત્ર જેવી ફિલ્મો કરી પણ કપૂર ખાનદાનની અભિનય આભામાંથી બહાર ન આવી શક્યા. પણ જબ જબ ફૂલ ખીલે, વક્ત જેવી ફિલ્મો પછી શશી સાહેબનો સિતારો ચમકવો શરૂ થયો. શશી કપૂરે તેમની ફિલ્મી સફરમાં તે પછી હસીના માન જાયેગી, પ્યાર કા મોસમ, ચોર મચાયે શોર,કભી.. કભી,સત્યમ, શિવમ, સુંદરમ,શાન ,અંજામ, ઘર એક મંદિર, દો ઔર દો પાંચ, કાલા પત્થર, ત્રિશૂલ, ફકીરા, દીવાર, અનાડી, સુહાના સફર જેવી સફળ ફિલ્મો ફિલ્મો ઉપરાંત ૧૬૦ ફિલ્મોમાં અભિનયનાં અજવાળા પાથર્યા. પુરસ્કાર સ્વરૂપે ત્રણ વાર ફિલ્મ ફેયર એવોર્ડ, પદ્મભૂષણ અને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માન થયું હતું.
૪ ડીસે.૨૦૧૭ ના રોજ ૭૯ વર્ષની ઉંમરે તેમનું મુંબઇમાં અવસાન થયું હતું. તાજેતરમાં ઓસ્કાર એવોર્ડ સમારોહમાં પણ શશી કપૂરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
અરુણ વાઘેલા
સૌજન્ય : દીવ્ય ભાસ્કર,૧૮ માર્ચ ૨૦૧૯
Comments
Post a Comment