લાલા હંસરાજ
મહાત્મા : લાલા હંસરાજ ( ૧૮૬૪-૧૯૩૮ )
સ્વામિ દયાનંદ સરસ્વતીનું દર્શન શિક્ષણ, શુદ્ધિ અને સંગઠનની બુનિયાદ પર રચાયું હતું. ૧૮૮૩ માં દયાનંદસરસ્વતીનાં અવસાન પછી તેમનાં વિચારો આધારિત શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની જવાબદારી લાલા હંસરાજે ઉપાડી હતી. આજે તેમનો જન્મદિવસ છે.
બૈજુ બાવરાનો જે ગામે જન્મ થયો હતો તે જ બઝવાડા (હોશિ યારપુર, પંજાબ) ગામે તેમનો પણ જન્મ થયો હતો. પોતાનાં ગામમાં શાળાની સુવિધા ન હતી તેવાં સમયે લાહોરમાં ભણી સ્નાતક થયા. સરકારી નોકરી મળતી હોવા છતાં તેને ઠુકરાવી દયાનંદ સરસ્વતીના પ્રભાવમાં જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું.૧ જૂન ૧૮૮૬ ના રોજ લાહોરમાં દયાનંદ એંગ્લો વૈદિક શાળા
(ડી.એ.વી)ની સ્થાપના કરી. પોતે તેના અવૈતનીક આચાર્ય બન્યાં. તે પછી તે પરિપાટી પર ડી.એ. વી શિક્ષણ સંસ્થાઓનું વિશાળ નેટવર્ક ઊભું કર્યું હતું.
શિક્ષણની સામાન્ય દુષ્કાળ, ભૂકંપ અને પુર જેવી કુદરતી આપદાઑમાં પણ તેમનું કર્તવ્ય સરાહનીય રહ્યું હતું. સમાજ સુધારાના ક્ષેત્રે તેઓ વિધવા પુનઃ
લગ્નના સમર્થક અને જાતિપ્રથાના કટ્ટર વિરોધી હતા.
પંજાબ પ્રાંતમાં લોકપ્રિય નેતા હોવા છતાં તેઓ રાજકારણથી જોજનો દૂર રહ્યાં હતાં.વેદપ્રચારના પ્રખર અનુયાયી લાલાજી પાસે કોઈ વ્યક્તિગત સંપતિ પણ ન હતી.
વિનમ્ર, ધૈર્યવાન અને દયાનંદ સરસ્વતીના વૈદિક શિક્ષણના વિચારને વ્યવહારુ સ્વરૂપ પ્રદાન કરનાર લાલા હંસરાજનું ૧૯૩૮ માં અવસાન થયું હતું.તેમની સ્મૃતિમાં દેશમાં અનેક સંસ્થાઓ કાર્યરત છે.
આજે સવાઈ માધવરાવ ,તારાબેન મોડક ,સનત મહેતાનો પણ જન્મદિવસ છે
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૧૯ એપ્રિલ ૨૦૧૯,અમદાવાદ
Comments
Post a Comment