વિજયરાય વૈદ્ય
અર્વાચીન વિવેચનકળાના આર્દ્ય દ્રષ્ટા :
વિજયરાય વૈધ ( ૧૮૯૭ -૧૯૭૪ )
આજે તારીખ ૭ એપ્રિલના રોજ કળા જગતના પંડિત રવિશંકર,વિલિયમ વડ્ઝ્વર્થ અને ગુજરાતી વિવેચક વિજયરાય વૈધનો જન્મદિવસ છે .
ભાવનગરમાં જન્મેલા વિજયરાય,ભાવનગર અને મુંબઈમાં ભણ્યા હતા .તેમની શરૂની કારકિર્દી બેંકમાં કેશિયરઅને હિન્દુસ્તાન , ચેતન અને ગુજરાત જેવા સામયિકોના સંપાદક તરીકે રહી હતી .
વિજયરાય સુરતની પ્રસિદ્ધ એમ.ટી.બી કોલેજમાં ગુજરાતીના અધ્યાપક પણ રહ્યા હતા .લેખક અને વિવેચક તરીકે વિજયરાયનું હીર કૌમુદી અને માનસી સામયિકોના તંત્રી બન્યા પછી ઝળકી ઉઠ્યું હતું .તેમની સાહિત્યિકકારકિર્દીનું પ્રમુખ અંગ પત્રકારત્વ હતું .સાહિત્યિક સામયિકોમાં વિજયરાયે સાહિત્યિક પત્રકારત્વના ઊંચા ધોરણો પ્રસ્થાપિત કર્યા હતા .
સાહિત્યદર્શન ,જુઈ અને કેતકી ,ગુજરાતી સાહિત્યની રૂપરેખા ,ગત શતકનું સાહિત્ય ,ન્હાનાલાલ કવિની જીવન દ્રષ્ટિ ,લીલા-સુકા પાન ( નર્મદના ડાંડિયોના ઉપલબ્ધ અંકોનું સંકલન ) ,નીલમ અને પોખરાજ ,માણેક અને અકીક ,પ્રભાતનો રંગ ,નાજુક સવારી ,ઉડતા પાન ,દરિયાવની મીઠી લહર ,ખુશ્કી અને તરી (કરાંચી-રંગુન પ્રવાસનું વર્ણન ) , શુક્ર તારક ,સૌરાષ્ટ્રનો મંત્રીશ્વર (ગગા ઓઝાનું જીવન ચરિત્ર ) ,વિનાયકની આત્મકથા વગેરે વિજયરાય વૈધના ગુજરાતી સાહિત્યમાં પ્રદાનો છે .
તેમના સાહિત્યિક યોગદાનોનું નર્મદ ચંદ્રક અને રણજીતરામ સુવર્ણચંદ્રકથી સન્માન થયું છે .તો કનૈયાલાલ મુનશીએ તેમની " briliant stylist and a powerful critique " તરીકે ઓળખ આપી છે .
તેજસ્વી પત્રકાર અને વિચક્ષણ સાહિત્યકાર વિજયરાય વૈધનું ૧૭ એપ્રિલ ૧૯૭૪ના રોજ અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૭ એપ્રિલ ૨૦૧૯, અમદાવાદ
Comments
Post a Comment