એસ્થર સોલોમન


         ડો.એસ્થર સોલોમન (૧૯૨૭-૨૦૦૫)
        ગુજરાતમાં અધ્યયન-અધ્યાપન અને સંશોધન દ્રારા અધ્યાપકોએ જ્ઞાનજગતમાં  પોતાની અને ગુજરાતની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ઉભી કરી છે.તેમાંના એક ગુજરાત યુનિ.ના સંસ્કૃત વિષયના અધ્યાપિકા ડો.એસ્થર સોલોમનનો આજે જન્મદિવસ છે.
          ગુજરાત યુનિ.ના સંસ્કૃત વિભાગના સ્થાપક અધ્યક્ષ ડો. એસ્થર ભારતીય બોલીઓ અને શાંકર વેદાંતના વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન હતા.આ વિષય પર તેમના ૨૦ કરતા વઘુ પુસ્તકો પ્રકાશિત થયા છે."અવિદ્યા :સત્ય અને વાસ્તવિકતાની સમસ્યા "(Avidya :A problem of Truth and Reality)  જેવા તે સમયના તદ્દન નવતર શીર્ષકથી તેઓએ પીએચ.ડીની પદવી હાંસલ કરી .ભારતીય તત્વજ્ઞાન વિશેના તેમના શોધપત્રો પણ વિશ્વ પ્રસિદ્ધ બન્યા હતા.
             ડો.સોલોમનનું સંશોધન-લેખન  અને સંસ્કૃત સાહિત્યમાં યોગદાન બદલ માનવ સંશાધન વિકાસ વિભાગ દ્રારા પ્રેસીડેન્શીયલ એવોર્ડ,પદ્મશ્રી એમ અનેક રીતે પુરસ્કૃત થયું છે.તેમની વિદ્ધવતાથી પ્રભાવિત થઇ જાપાની વિદ્યાર્થીઓ પણ સંસ્કૃત ભાષા તરફ આકર્ષાયા હતા.
              ગુજરાત યુનિ.ના આ પ્રતિભા સંપન્ન અધ્યાપિકાનું ૨૯ જુન ૨૦૦૫ના રોજ અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૧૧ મે ૨૦૧૯ ,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ