કર્ણાટક વિગ્રહો
*રસધાર: યુધ્ધોની કથા શ્રેણી*
*ઇસ્ટ ઇન્ડિયા કંપની શાસનના યુદ્ધો :
કર્ણાટક વિગ્રહો (૧૭૪૫ - ૧૭૬૩)*
*પ્રકરણ:- 72*
લેખક: *શ્રી અરુણ વાઘેલા*
http://arunoday-itihas.blogspot.com/?m=1
લેખનું શીર્ષક વાંચી રખે કોઈ એવું સમજે કે આ યુદ્ધો કર્ણાટકના કોઈ શાસકો વચ્ચે થયું હશે? કર્ણાટક વિગ્રહો અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે કર્ણાટકની ભૂમિ પર થયા હતા. (કેવી વિચિત્રતા!) ભારતમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે ચાર ચરણોમાં સંઘર્ષ થયો આમ તો ઠેઠ ૧૮૧૫ સુધી તેઓ પરસ્પર અથડાતા રહ્યા હતા પણ તેમાં મહત્વના સંઘર્ષો કર્ણાટક વિગ્રહો તરીકે આધુનિક ભારતીય ઇતિહાસમાં પ્રસિદ્ધ છે .
આપણે ગઈકાલે જોયું હતું કે ઇંગ્લેન્ડ અને ફ્રાંસ વચ્ચે સત્તા સંઘર્ષ દક્ષિણ ભારતમાંથી શરુ થયો હતો.
તેના કારણોમાં સ્થાનિક કરતા વધુ કારણો આંતરાષ્ટ્રીય હતા .૧૮મા સૈકામાં ઇંગ્લેન્ડ અને ફ્રાંસ વચ્ચે વ્યાપાર અને સંસ્થાનો સ્થાપવાના મુદ્દે વિશ્વ આખામાં ગળાકાપ હરીફાઈ ચાલતી હતી .તેનું પ્રતીકાત્મક વર્ણન કરતા પ્રસિદ્ધ ચિંતક વોલ્તેરે લખ્યું છે કે " અમારા દેશની તોપમાંથી નીકળેલા પહેલા ગોળાની આગે સંપૂર્ણ અમેરિકા અને એશિયાની તોપોમાં આગ લગાડી દીધી છે ".
કર્ણાટક હેદ્રાબાદનો પ્રાંત હતો ત્યાના નવાબનો બંને યુરોપીય સત્તાઓએ ભરપુર લાભ ઉઠાવ્યો હતો. પહેલા કર્ણાટક વિગ્રહનું કારણ રાજનૈતિક નહિ પણ અંગ્રેજો અને ફ્રેન્ચોનો દક્ષિણમાં સત્તાનો સીધો સંઘર્ષ હતો. મૂળ તો યુરોપમાં ઓસ્ટ્રિયા નામના દેશમાં ઉત્તરાધિકારનો પ્રશ્ન ઉભો થયો હતો યુરોપ પર પ્રભુત્વ ધરાવવાના હેતુસર ઇંગ્લેન્ડ અને ફ્રાંસ ત્યાં પોતપોતાની પસંદના શાસકને ઓસ્ટ્રિયાની ગાદી પર બેસાડવા માંગતા હતા, તેના છાંટા ભારતમાં પણ ઉડ્યા અને બંને દેશોએ તલવારો ખેંચી .તે પહેલા ભારતના સ્થાનિક ગવર્નર જનરલોએ શાંતિની જુઠી વાતો પણ કરી હતી .શરૂઆત બ્રિટને કરી તેણે પોતાના બારનેટ નામના કમાન્ડરને નૌકા બેડા સાથે ફ્રાંસ હસ્તકના વિસ્તારો પર આક્રમણ કરવા રવાના કર્યો તેણે ફ્રાન્સના કેટલાક જહાજો સમુદ્રમાં ડુબાડી દીધા ,જેમાં એક જહાજ ફ્રેંચ ગવર્નર ડુપ્લેનું પણ હતું.
પોતાનું જહાજ ડુબાડી દેવતા દુપ્લેના ગુસ્સાની સીમા ન રહી .તેણે મોરેસિયસથી સૈનિક સહાયતા મંગાવી મદ્રાસમાની અંગ્રેજ સેના અને તેના વ્યાપારી મથકને ઘેરી લીધું .,ત્યાના અંગ્રેજોએ આત્મ સમર્પણ કરી લીધું .કર્ણાટકના યુદ્ધોમાં સેન્ટ ટોમેના યુદ્ધ માટે મશહુર છે .દુપ્લે મદ્રાસના બ્રિટીશ કિલ્લાને ખત્મ કરી બંગાળની અંગ્રેજ ફેક્ટરીઓને નિશાન બનાવવા માંગતો હતો. અંગ્રેજોએ કર્ણાટકના નવાબ અનવરૂદિનની મદદ માંગી ,નવાબે ફ્રેન્ચોને મદ્રાસ છોડવાનો આદેશ કર્યો તો દુપ્લેએ પોતે નવાબ માટે મદ્રાસ જીતી રહ્યો હોવાનું કહ્યું તેથી નવાબ ચુપ થઇ ગયો પરંતુ મદ્રાસમાં ફ્રેન્ચોનો ઝંડો અને યુદ્ધ લુંટની રકમ દુપ્લેને લઇ જતો જોઈ નવાબ ચોંકી ગયો .તેણે પોતાના પુત્રને સેના સાથે મદ્રાસ કબજે કરવા મોકલ્યો પરંતુ કુશળ સેનાપતિ દુપ્લેએ નાનકડી સેનાની મદદથી જ નવાબના મોટા સૈન્યને ધૂળ ચાટતું કરી દીધું.તે પછી ફ્રેંચ ગવર્નર દુપ્લેની મહત્વાકાંક્ષાઓ વધતી ચાલી હતી .તે ભારતમાં ફ્રેંચ સામ્રાજ્ય સ્થાપવાના સોણલા જોવા માંડ્યો હતો પરંતુ યુરોપમાં આ દરમિયાન એક્સ -લા -શાપેલની સંધિ થતા અહી પણ બ્રિટીશ-ફ્રેંચ વચ્ચેના સીધા સંઘર્ષનો અંત આવ્યો ..એ રીતે જે પ્રકારે કર્ણાટકનું પહેલું યુદ્ધ શરુ થયું હતું તે જ પ્રકારે તેનો અંત પણ આવ્યો .
આ યુદ્ધમાં હાર-જીતનો ભલે કોઈ ફેંસલો આવ્યો ન હતો પણ તેણે ભારતની સેના અને પ્રજાને યુરોપીયન પદ્ધતિના યુદ્ધોથી અવગત જરૂર કરાવી હતી. સામે પક્ષે યુરોપીયનો પણ ભારતીય રાજાઓની પોલ જાણી ચુક્યા હતા .તેમાંથી ફ્રેન્ચો તો પદાર્થપાઠ શીખ્યા જ હતા પણ અંગ્રેજો વધુ શીખ્યા હતા. બીજા કર્ણાટક વિગ્રહનું કારણ સ્થાનિક રહ્યું હતું .પહેલા યુદ્ધ પછી યુરોપીય દેશોએ ભારતની રાજનીતિમાં ચંચુપાત કરવાનું શરુ કરી દીધું હતું.
૨૧ મેં ૧૭૪૮ના રોજ હેદ્રાબાદના નિઝામ આસફજા (નિઝામ-ઉલ-મુલ્ક)નું મૃત્યુ થયું તે પછી તેના પુત્ર નાસીરજંગ અને મુઝ્ઝફર જંગ વચ્ચે સત્તાની સાઠમારી શરુ થઇ ગઈ .ફ્રેન્ચોએ ચાંદા સાહેબ નામના નવાબના એક સગાના કહેવાથી મુઝ્ઝફર જંગને આ સત્તા સંઘર્ષમાં મદદ કરવાની તૈયારી દેખાડી બીજી તરફ અંગ્રેજોને આ વાતની ખબર પડતા તેમણે નાસીર જંગનો પક્ષ લીધો પરિણામ અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચેનું બીજું કર્ણાટક યુદ્ધ. જીજી નદીના કાંઠે થયેલા યુદ્ધમાં અંગ્રેજો જીત્યા પણ ૧૭૫૦મા યુદ્ધમાં નાસીર જંગ માર્યો ગયો પણ ફ્રેંચ ગવર્નર દુપ્લે સતત સંઘર્ષ કરતો રહ્યો તેણે પોતાના ષડયંત્રો કરી ભાવિ નવાબ પર પોતાનું વર્ચસ્વ વધાર્યું અને સારું એવું ધન પણ કમાયો ,પણ એટલામાં ભારતમાં અંગ્રેજોનો ભવિષ્યમાં જે પાયોનિયર બનવાનો હતો તે રોબર્ટ કલાઇવ આવી પહોચ્યો તેણે માત્ર ૫ હજાર સૈનિકોની મદદથી આર્કટ નામના સ્થાન પર ભયંકર હુમલો કરી દીધો ૨૩ સપ્ટેમ્બર થી ૧૪ નવેમ્બર વચ્ચેના ૫૩ દિવસો સુધી કિલ્લા પર ઘેરો રાખી શકવાના કારણે કર્ણાટકમાં અંગ્રેજોનું ભાગ્ય પલટાઈ ગયું.
તેમણે કર્ણાટકમાં પોતાની પસંદગીના નવાબ મુહમ્મદઅલીની નિયુક્તિ પણ કરી દીધી ફ્રેંચ ગવર્નર દુપ્લેની આ નાલેશીભરી હાર હતી તેના ભાગ્યનો સર્વનાશ થઇ ચુક્યો હતો. ફ્રેન્ચોના પરાજય પછી તરત જ ફ્રેંચ સરકારે દુપ્લેને પરત બોલાવી લીધો. ૧૬૬૪મા ત્યાં તેનું અવસાન પણ થયું હતું .
દુપ્લેનો અંત ભલે ખરાબ રહ્યો હોય પણ ભારતની રાજનૈતિક અવ્યવસ્થાનો લાભ ઉઠાવી અહી સામ્રાજ્ય સ્થાપવાની પરિકલ્પના તો દુપ્લેની જ હતી તેટલું તો નોંધવું રહ્યું .બીજું યુદ્ધ પૂરું થયું હવે ત્રીજું યુદ્ધ બાકી રહ્યું તેની વાત કાલે કરીશું.
*સૌજન્ય:*
https://www.divyabhaskar.co.in (23)
*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post
Comments
Post a Comment