ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
દયાસાગર:ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર [૧૮૨૦-૧૮૮૧]
બંગાળ ભારતીય નવજાગરણનું આગેવાન રહ્યું છે.બંગાળમાં મેદનીપુર જીલ્લાના બીરસિંઘ [આજનું બાંગ્લાદેશ}ગામે આજના દિવસે જન્મેલા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ભારતીય નવજાગરણના અગ્રદૂતો પૈકીના એક હતા.
તેમની અટક તો બેનરજી હતી પણ અભ્યાસમાં પ્રવીણ હોવાથી કોલેજ દ્રારા "વિદ્યાસાગર"નું બિરુદ મળ્યું હતું.
તેમનો મોટા ભાગનો અભ્યાસ કલકતામાં જ થયો હતોઅને મોટા ભાગની પરીક્ષાઓમાં પહેલા નંબરે જ પાસ થયા હતા.
૧૮૫૧માં ઇંગ્લેન્ડથી ભારત નોકરી અર્થે આવતા અધિકારીઓની ભારતીય ભાષાઓની જાણકારી ચકાસતી હતી તે ફોર્ટ વિલિયમ કોલેજમાં જોડાયા .પણ ભાઈના લગ્ન માટે રજા ન મળતા નોકરીને છોડવા તૈયાર થયા પણ ઉપલા અધિકારીને વિદ્યાસાગરની નિષ્ઠા અને સગાઇસંબંધોનો ખ્યાલ આવતા તેણે રાજીનામું ફાડી નાંખ્યું .તે પછી સંસ્કૃત કોલેજમાં નોકરી લીધી પણ ઉપલા અધિકારીના તોછડા વર્તનને કારણે નોકરી છોડી દીધી અને છાપખાનું શરુ કર્યું.તેમાંથી થતી આવકમાંથી ખપ પુરતું રાખી બાકીનું ગરીબોમાં વહેચી દેતા તેથી "દયાસાગર" પણ કહેવાતા હતા.
ઈશ્વરચંદ્રનું નામ મુખ્યત્વે સમાજસુધારા અને એમાં પણ વિધવા પુન:લગ્નો અને સ્ત્રી શિક્ષણ સાથે વિશેષ સંકળાયેલું છે. ૧૮૫૬માં થયેલો વિધવા પુન:લગ્નનો કાયદો વિદ્યાસાગરના આન્દોલનનું પરિણામ હતો.સમાજસુધારક તરીકે તેમણે પોતાના દીકરાના લગ્ન વિધવા સાથે કરાવી સમાજસુધારાનું જવલંત દ્રષ્ટાંત પૂરું પડ્યું હતું.તેઓ વિધવાઓને આર્થિક મદદ પણ કરતા હતા.તેમના જ પ્રયત્નોથી ૧૮૭૮થી છોકરીઓને કોલેજોમાં પ્રવેશ મળતો થયો હતો.
શિક્ષણ સંસ્થાઓના નામ જાતિ કે કોમ આધારિત ન હોવા જોઈએ તેવો વિચાર પણ ઈશ્વરચંદ્રએ રજુ કર્યો હતો.
આવા મહાન સુધારકની એશિયાટિક સોસાયટીના સભ્યપદ અને નાઈટ કમાન્ડર દ્રારા કદર થઇ હતી
ભારતીય સમાજસુધારા આન્દોલનના સીમાસ્તંભ સમાન ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું તારીખ ૨૦ જુલાઈ ૧૮૯૧ના રોજ અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
Comments
Post a Comment