ઇબ્ન ખલદુન
ઈબ્ન ખલદુન : (૧૩૩૨..૧૪૦૬)
" હે ઇતિહાસવિદ તું ભલે સત્ય સુધી ન પહોંચી શકે પણ ત્યારે ત્યાં સુધી પહોંચવા માટેનો પ્રયત્ન તો કરવો જ જોઈએ" ઇતિહાસકારો માટે જ નહીં સામાન્ય જનોએ પણ ગાંઠે બાંધવા જેવું આ વિધાન કહેનાર આરબ ઇતિહાસકાર ઈબ્ન ખલદુનનો આજે જન્મદિવસ છે.
૧૪ મી સદીના આ મહાન ઇતિહાસકાર નો જન્મ ઉત્તર આફ્રિકાના તુલિતમાં થયો હતો. તેમનું આખુંનામ અબુ જાયદ, અબ્દુર રહેમાન બિન મુહમ્મદ બિન ખલદુન અલ હદ્રમી હતું. ઉચ્ચ કક્ષાનો પારિવારિક વારસો ધરાવતા ઈબ્ન ખલદુંનને સારા શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું હતું. તર્ક શાસ્ત્ર, ગણિત, તત્ત્વજ્ઞાન, ઇતિહાસ વગેરે વિષયોનું વિશદ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.૧૭ વર્ષની કિશોર વયે માતા પિતા પ્લેગમાં અવસાન થયું તે પછી થોડો સમય રાજનીતિમાં સક્રિય થયાં પણ બળવાખોર સ્વભાવને લીધે રાજનીતિ છોડી અને સંશોધનમાં સક્રિય બન્યા. તેમના નામે " muqaddimah" નામનું બહુમૂલ્ય પુસ્તક છે. આ સુપ્રસિદ્ધ ગ્રથને આજે પણ ઇતિહાસકારો ઇતિહાસના તત્ત્વજ્ઞાનનો પ્રથમ ગ્રંથ ગણે છે. તેમનાં પ્રસ્તુત ગ્રંથને આધુનિક સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર માટે પણ પાયારૂપ ગણવામાં આવે છે.
ઈબ્ન ખલદુનનું ૧૯ માર્ચ ૧૪૦૬ ના રોજ ૭૩ વર્ષની વયે ઈજીપ્તના કેરોમાં અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,અમદાવાદ
Comments
Post a Comment