કાર્લ માર્ક્સ


              વિચારસરણીઓનો પિતા :
             કાર્લ માર્કસ ( ૧૮૧૮..૧૮૮૩ )   " જગતના કામદારો તમે એક થાઓ, તમારે કશું જ ગુમાવવાનું નથી સિવાય કે તમારી ગુલામીની જંજીરો, જ્યારે જીતવા માટે તમારી સામે આખું જગત પડ્યું છે." આ આહવાન કરનાર કાર્લ માર્કસનો આજે જન્મદિવસ છે.
        જર્મનીમાં યહૂદી પરિવારમાં જન્મેલાં માર્કસે બોન યુનિ. થી કાયદાનો અભ્યાસ કર્યો હતો. "સામ્યવાદી જાહેરનામું "અને "દાસ કેપિટલ" જેવા જગપ્રસિધ્ધ પુસ્તકો લખ્યાં. મૂડીવાદી વ્યવસ્થાનો અસ્ત, વર્ગવિહિન સમાજવ્યવસ્થા, શ્રમજીવીઓની સરમુખત્યારશાહી, વધારાના મૂલ્યનો સિદ્ધાંત, કામદારો દ્વારા ક્રાંતિ જેવાં યુગ પરિવર્તનકારી સિદ્ધાંતો આપ્યાં.
      માર્ક્સના વિચારોને ૧૯૧૭ માં સામ્યવાદી ક્રાંતિ દ્વારા રશિયાએ વ્યવહારુ સ્વરૂપ આપ્યું અને વિશ્વભરમાં મૂડીવાદી અર્થવ્યવસ્થાની સમાંતર સામ્યવાદી વિચારસરણી અસ્તિત્વમાં આવી. પરંતુ ૧૯૯૧ માં રશિયન સામ્યવાદી મોડેલ તૂટી પડ્યું. છતાં માર્ક્સના વિચારોને અવગણી શકાય તેમ નથી. આજે પણ કોઈ પણ નવી વિચારસરણીના પાર્દુભાવ માટે કાં તો માર્કસની ટીકા કરવી પડે કાં તો તેનાં વિચારોને સમર્થન આપવું પડે. આટલી મોટી સિદ્ધિ વિશ્વનાં જુજ વિચારકો મેળવી શક્યા છે.
         વિશ્વભરના યુવાઓ પર પ્રભાવ પાડનાર કાર્લ માર્ક્સ ૧૮૫૭ ના સંગ્રામ અને ભારતમાં અંગેજ શાસન વિશે પણ લખાણો લખ્યા છે.૯ સંતાનોના પિતા અને અનેક ઉપનામો ધરાવતાં કાર્લ માર્કસનું તારીખ ૧૪ માર્ચ ૧૮૮૩ નાં રોજ અત્યંત ગરીબીમાં લંડનમાં અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૫ મે ૨૦૧૯ ,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ