ઓલિવર ક્રોમવેલ
ઓલીવર ક્રોમવેલ (૧૫૯૯-૧૬૫૮)
ઈંગ્લેન્ડના ઇતિહાસમાં જેના નામ સાથે "ક્રોમવેલ યુગ"સમય જોડાયેલો છે તે ઓલીવર ક્રોમવેલનો આજે જન્મદિવસ છે.
અત્યંત ધનિક કુટુંબમાં જન્મેલા ઓલીવરે ગ્રામર સ્કુલ અને કેમ્બ્રિજ યુનિ.માં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.પિતા રાજા હેનરી સાતમાના મંત્રી હતા.ઓલીવર પદવી મેળવે તે પહેલા પિતાનું અવસાન થતા વિધવા માતા અને સાત કુંવારી બહેનોની કાળજી લેવા સ્વગૃહે પાછા આવ્યા.
૨૨ ઓગસ્ટ ૧૬૨૦ના રોજ લંડનના ચામડાના વેપારીની પુત્રી સાથે લગ્ન કર્યા અને તેનું તકદીર બદલાયું.બ્રિટીશ ધારાસભાના સભ્ય બન્યા.ધારાસભામાં પાર્લામેન્ટરી વ્યવસ્થાને લગતા વિવિધ મુદ્દાઓ ઉઠાવી ક્રોમવેલે તેમનું રાજકીય વજન વધાર્યું.
૧૬૪૨મા બ્રિટનમાં ગૃહયુદ્ધ વખતે તે પાર્લામેન્ટરી આર્મીનો હેડ હતો.ઇંગ્લેન્ડની નિરંકુશ રાજાશાહી વિરુદ્ધ ૧૬૪૭મા ધારાસભાની વ્યવસ્થાને પુન:સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો તે માટે બ્રિટનના લશ્કરની પણ મદદ લીધી હતી.તે પછી પણ પાર્લામેન્ટમાં ક્રોમવેલ ચાવીરૂપ ભૂમિકા અદા કરતા રહ્યા હતા.
ક્રોમવેલે ઇંગ્લેન્ડમાં રાજાશાહી હટાવવાની આગેવાની પણ કરી હતી.ઇંગ્લેન્ડમાં ગણતંત્રની સ્થાપના અને કોમનવેલ્થની રચનામાં તેમનું મહત્વનું યોગદાન હતું.
૩ સપ્ટેમ્બર ૧૬૫૮ના રોજ ક્રોમવેલનું અવસાન થયું હતું.
વર્ષ ૨૦૦૨મા બી.બી.સી એ હાથ ધરેલા સર્વેમાં ક્રોમવેલ ઈંગ્લેન્ડના ૧૦ મહાનતમ નેતાઓમાં સ્થાન પામ્યા હતા ઉપરાંત ક્રોમવેલ અનેક સાહિત્ય સ્વરૂપો અને ચલચિત્રોના વિષયવસ્તુ પણ બન્યા છે.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૨૫ એપ્રિલ ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment