સુરાભાઈ પુનાભાઈ ભરવાડ


                    ગોપાલક  કેસરી :
       સુરાભાઇ પુનાભાઈ ભરવાડ ( ૧૯૧૭ - ૨૦૦૮ )

    આજે તારીખ ૧૦ મે અને ગાંધીવાદી વિચારક મ.જો.પટેલ  અને ગાંધીવાદી રચનાત્મક કાર્યકર સુરાભાઇ પુનાભાઈ ભરવાડનો જન્મદિવસ છે .
    અમદાવાદમાં ભરવાડ જ્ઞાતિમાં જન્મેલા સુરાભાઇ રાષ્ટ્રના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન  ગાંધીપ્રભાવમાં આવ્યા અને જીવન આઝાદીના આંદોલન અને રચનાત્મક કાર્યો માટે સમર્પિત કરી દીધું હતું .
      સુરાભાઇના જીવનનું વિશેષ કાર્યક્ષેત્ર ભરવાડ સમાજમાં સુધારણા તથા ગાંધીવાદી રચનાત્મક કાર્યક્રમોમાં રહ્યું હતું .ગોપાલક સમાજ કુરીવાજોમાંથી મુક્ત  થાય તે તેઓની પ્રાથમિકતા રહી હતી .તે દિશામાં વિદ્યાલયો અને છાત્રાલયો સ્થાપી સુરાભાઇએ ભગીરથ  પ્રયાસો કર્યા હતા .
       ગુજરાત ગોપાલ શિક્ષણ સમિતિ ,ભારત ગોપ જ્ઞાતિ મંડળ ,શ્રી ગુજરાત ગોપાલક મંડળ ,ગુજરાત ગોપાલક સેવા સંઘ ,શ્રી ભાલ નળકાંઠા  ગોપાલક મંડળ
,શ્રી ગુજરાત સામાજિક સુધારા સમિતિ ,,ગુજરાત ગોપાલક વિકાસ મંડળ જેવી અનેક સંસ્થાઓની સ્થાપના અને સંવર્ધનમાં પણ સુરાભાઇનું યોગદાન રહ્યું હતું .
        ગુજરાતના ગોપાલક સમાજ વિષે  સમાજમાં શાસ્ત્રીય સમાજ ઉભી થાય તે માટે તેઓએ અનેકની સંખ્યામાં પુસ્તકો અને સામયિકો પણ પ્રકાશિત કર્યા હતા .
         ગુજરાતના વંચિતોના વાણોતર સમા સુરાભાઇ પુનાભાઈ ભરવાડનું તારીખ ૩૦ ઓગસ્ટ ૨૦૦૮ના રોજ  દીર્ઘાયુ  ભોગવી અવસાન થયું હતું .
         તેમની સ્મૃતિમાં અમદાવાદમાં નવા વાડજમાં " સુરાભાઇ પુનાભાઈ ભરવાડ  " માર્ગ આવેલો છે .
અરુણ વાઘેલા

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ