પૂજાલાલ દલવાડી

           અરવિંદ અને રાષ્ટ્રવાદી ચિંતક :
           પૂજાલાલ દલવાડી (૧૯૦૧-૧૯૮૫)
        આજે કવિ  પૂજાલાલ રણછોડદાસ  દલવાડીનો જન્મદિવસ છે.પરંપરાગત રીતે ઇંટો પાડવાનો ધંધો કરતા પરિવારમાં ગોધરામાં તેમનો જન્મ થયો હતો પણ મુળગામ બોરસદ તાલુકાનું નાપા હતું.
         પૂજાલાલ ૧૯૧૮મા નડિયાદથી મેટ્રિક થયા અમદાવાદની ગુજરાત કોલેજમાં દાખલ થયા પણ ઇન્ટર આર્ટસમાં નાપાસ થતા અભ્યાસ છોડ્યો હતો.તરત વ્યાયામ શિક્ષક બન્યા,છોટુભાઈ પુરાણીના પરિચયથી રાષ્ટ્રવાદ અને વ્યાયામના સંસ્કારો ઝીલ્યા.છોટુભાઈ પુરાણીની વ્યાયામશાળાના હસ્તલિખિત માસિક અને દર રવિવારે ભરાતી સભાઓએ તેમની લેખન અને ચિન્તન પ્રવુતિઓને સંકોરી હતી.
પૂજાલાલ મહર્ષિ અરવિન્દના ચિન્તનથી પ્રભાવિત થયા અને ૧૯૨૬ પછી અરવિંદ આશ્રમ પોન્ડેચેરીમાં સ્થાયી થયાહતા.પારીજાત,પાંચજન્ય,ગુર્જરી ,સોપાનીકા,માતાજીના મોટી,વૈજયંતી,ભક્તિ કાવ્યો,ગીતિકા,અરવિંદ વંદના,અપરાજિતા,બાળ ગુંજાર,કાવ્ય કિશોર,કાવ્ય કેતુ છંદ પ્રવેશ,શ્રી અરવિંદ જીવનદર્શન જેવા પદ્ય અને ગદ્યના પુસ્તકો લખ્યા.તેમના સાહિત્ય સર્જનનો કેન્દ્રીય સુર આર્યાવ્રતનું અભિમાન,મર્દાનગીભરી સાંપ્રત જીવન પદ્ધતિ,રાષ્ટ્ર ભક્તિ અને ગુજરાત પ્રીતિ રહ્યો છે.શ્રી માતાજીએ પૂજાલાલને"મારા કવિ "કહીને સન્માન્યા હતા.
     ૨૭ ડિસે.૧૯૮૫ના રોજ પૂજાલાલ દલવાડીનું અવસાન થયું હતું. તેમની કવિતાનો મિજાજ જોઈએ :

"ઉઠ ઉઠ ઉદામ બની જા ,પૌઢ પરાક્રમ દાખવ પુત,
ગર્જી ઉઠ ભયંકર નાદે,યુદ્ધે ઘૂમ યમદૂત બની "
"સુભાગ્યવશ માતૃભોમ મળી મિષ્ટ તું ગુર્જરી,
ઉદાર કર્યું સ્તન્યપાન તુજ શુદ્ધિની ધારનું "

અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૧૭ જૂન ૨૦૧૯ ,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ