તારક નાથ દાસ
તારકનાથ દાસ (૧૮૮૪- ૧૯૫૮)
વિદેશોમાં રહી ભારતની આઝાદી માટે પ્રવુતિશીલ રહેલા તારકનાથ દાસનો આજે જન્મદિન છે. બંગાળમાં કોલકાતા પાસે ૨૪ પરગણા તરીકે ઓળખાતા વિસ્તારના મજીધારા ગામે તેઓનો જન્મ થયો હતો.પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તારક્નાથે પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી માધ્યમિક શિક્ષણ માટે ટ્યુટર તરીકે કામ કરી પૈસા ભેગા કરવાનું શરુ કર્યું કર્યું હતું.
૧૯૦૧મા સ્કોટીશ ચર્ચ કોલેજ,કોલકાતામાં દાખલ થયા.રાષ્ટ્રવાદી ભાવનાથી ભરેલા તારક્નાથે લશ્કરી તાલીમ પણ લીધી હતી .બંગાળી અનુશીલન સોસાયટીના સભ્ય પણ થયા હતા.૧૮ જુન ૧૯૦૬ના રોજ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયા.એમ.એ.,પીએચ.ડી થયા.જ્યોર્જ ટાઊન યુનિ.ના તેઓ પહેલા પીએચ.ડી હોલ્ડર હતા.ત્યાં યુનાઈટેડ સ્ટેટ્સ સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી યુ .એસ ઈમીગ્રેશન વિભાગમાં નોકરી કરી.કોલમ્બિયા યુનિ.માં રાજનીતિશાસ્ત્રના અધ્યાપક તરીકે પણ કામ કર્યું હતું.
તારક નાથ લાલા હરદયાલ અને તેમના ગદર પક્ષથી પ્રભાવિત થઇ તેમાં જોડાયા હતા.અમેરિકામાં ક્રાંતિકારી પ્રવુતિઓ બદલ ૩૦ એપ્રિલ ૧૯૧૮ના રોજ ૨૨ મહિનાની કેદની સજા થઇ હતી. આઝાદી પછી ભારત વિભાજનથી દુઃખી થયેલા તારક્નાથે વિવેકાનંદ સોસાયટીની સ્થાપના કરી હતી.
ભારતની સામ્રાજ્યવાદ વિરુદ્ધની લડત વિશ્વની સામ્રાજ્યવાદ વિરુદ્ધની લડત છે અને અમેરિકા-એશિયા વચ્ચે સાંસ્કૃતિક સંબંધોના હિમાયતી તારકનાથ દાસનું ૨૨ ડિસે.૧૯૫૮ના રોજ ન્યુયોર્કમાં ૭૪ વર્ષની વયે અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૧૫ જૂન ૨૦૧૯,અમદાવાદ
Comments
Post a Comment