હેમંતકુમાર
છોટા પંકજ : હેમંતકુમાર (૧૯૨૦-૧૯૮૯)
આજે આધુનિક અર્થશાસ્ત્રના પિતા ગણાતા આદમ સ્મિથ અને પસિદ્ધ ગાયક હેમંતકુમારનો જન્મદિવસ છે.
હેમંતકુમારનું મુળનામ હેમંત મુખોપાધ્યાય અને જન્મ વારાણસીમાં થયો હતો.શરૂમાં વાર્તાઓ લખતા .સુભાષ મુખરજી અને સંતોષ ઘોષની મૈત્રીએ તેમની સંગીતસાધનાને બળ પૂરું પડ્યું હતું.૧૨મુ પાસ કર્યા પછી જાદવપુર યુનિ.માં ઈજનેરીના અભ્યાસ માટે દાખલ થયા પણ સંગીત શીખવાનું ગાંડપણ હોવાથી અભ્યાસને અલવિદા કહ્યું.૧૯૩૦ પછી તો સર્પૂર્ણપણે સંગીતને જ સમર્પિત થઇ ચુક્યા હતા.
ઉસ્તાદ ફૈયાઝખાના શિષ્ય પાણીભૂષણ બેનરજી પાસેથી તેઓએ સંગીતની તાલીમ પણ લીધી હતી. કારકિર્દીના પ્રારંભે પંકજ મલિકને અનુસરતા હોવાથી "છોટા પંકજ "તરીકે પણ ઓળખાતા હતા.૧૯૩૭માં પહેલી ગ્રામોફોન રેકર્ડ કરી,પહેલી બંગાળી ફિલ્મ અભિયાત્રી કરી અને પહેલું હિન્દી ગીત "કિતના દુઃખ ભુલાયા તુમને અને ઓ પ્રીત નિભાને વાલે "ગાયું હતું.૧૩૦થી વધુ બંગાળી,હિન્દી,મરાઠી અને અંગ્રેજી ફિલ્મોમાં ગીત-સંગીત આપનાર હેમંતકુમારના યે રાત ચાંદની ફિર કહા,ચુપ હૈ ધરતી,ચુપ હૈ ચાંદ ,હૈ અપના દિલ તું આવારા ,તેરી દુનિયામાં જીને સે વગેરે ગીતોથી જાણીતા થયા હતા.
હેમંતકુમારનું ફિલ્મ ફેર એવોર્ડ,વિશ્વ ભારતી તરફથી ઓનરરી ડી.લિટ્ટ અને સંગીત નાટક અકાદમી એવોર્ડ એમ અનેક રીતે સન્માન થયું છે,ગ્રામોફોન દર વર્ષે તેમના ગીતોનું એક આલ્બમ બહાર પાડે છે.
રવીન્દ્ર સંગીત માટે પણ પસિદ્ધ થયેલા હેમંતકુમારનું ૨૬ સપ્ટે.૧૯૮૯ના રોજ અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
Comments
Post a Comment