જયદીપસિંહ બારીયા


             પ્રજાવત્સલ રાજવી :
   જયદીપસિંહ બારિયા ( ૧૯૨૯ - ૧૯૮૭ )
       આજે તારીખ ૨૪ જુન અને પંડિત  ઓમકારનાથ ઠાકુર , અને લોકહદયમાં બિરાજમાન રાજવી જયદીપસિંહ બારિયાનો જન્મદિવસ છે .
       જયદીપસિંહ બારિયાનો જન્મ પંચમહાલના દેવગઢબારિયાના રાજવી પરિવારમાં થયો હતો .અજમેરની મેયો સંસ્થામાં  કેમ્બ્રિજ સીનીયર સુધી ભણેલા જયદીપસિંહ આઝાદી આવી તે પહેલા બારિયાના શાસક રહ્યા હતા . ગુજરાતમાં પ્રજા વત્સલ શાસકોમાં તેઓનું સ્થાન શીર્ષસ્થ છે .
        બારિયા નાગર પંચાયતના  પ્રમુખ ,દેવગઢ બારિયા મત વિસ્તારના ધારાસભ્ય ,ત્રીજી વિધાનસભાના વિરોધ પક્ષના નેતા ,ખેતીવાડી અને આરોગ્ય ખાતાના પ્રધાન , ગુજરાત ટુરીઝમના ચેરમેન વગેરે જયદીપસિંહ બારિયાના નેતૃત્વની વિકાસવસ્થા હતી .તેઓએ  દેવગઢ બારિયા નગરની છાપ' " સ્પોર્ટ્સના સ્વર્ગ "તરીકે વિકસાવી હતી .ગુજરાતભરમાંથી પ્રતિભા સંપન્ન ખેલાડીઓ અને કોચને બારિયામાં નિમંત્રી એથલેટીક્સમાં દેવગઢ બારિયાની અનોખી ઓળખ ઉભી કરી હતી .પોતે પણટેનિસ ,ક્રિકેટ ,પોલો ,ચેસ ,હોર્સ પોલોના અચ્છા ખેલાડી હતા .
        ઓલિમ્પિક અને એશિયાડ રમતોમાં તેઓ સરકારના પ્રતિનિધિ તરીકે ગયા હતા .જયદીપસિંહ બારિયા એથલેટીક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચૂંટાયેલા પ્રમુખ પણ રહ્યા હતા .દેવગઢ બારિયામાં કોલેજ શરુ કરી તેમણે ઉચ્ચ શિક્ષણનો પાયો નાંખ્યો હતો .શ્વાનપ્રેમી જયદીપસિંહ અનેક શ્વાન ધરાવતા હતા .ઓસ્ટ્રલીયામાં યોજાયેલા વર્લ્ડ ડોગ શો માં તેઓ નિર્ણાયક પણ રહ્યા હતા .
        ૨૦ નવેમ્બર ૧૯૮૭ના રોજ દિલ્હીમાં તેમનું અવસાન થયું હતું .તેમના અવસાનને ત્રણ દાયકા કરતા વધુ સમય વીત્યો હોવા છતાં દેવગઢ બારિયાના  નગરજનોના હદયમાં " મહારાજા " તરીકે તેમનું સ્થાન બરકરાર છે .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૨૪ જૂન ૨૦૧૯ ,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ