મૂળશંકર ભટ્ટ


            મૂળશંકર ભટ્ટ (૧૯૦૭-૧૯૮૪)
     આજે તારીખ ૨૫ જુન,વાઇસરોય માંઉન્ટબેટન ,ક્રાંતિવીર દામોદર હરિ ચાફેકર અને મુળશંકર ભટ્ટનો જન્મદિવસ છે.
      મુળશંકર ભટ્ટનું વતન અને જન્મસ્થાન ભાવનગર હતું.તેઓએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ ભાવનગરથી લીધું હતું.સંગીત,હિન્દી અને ગુજરાતી વિષયો સાથે ગુજરાત વિદ્યાપીઠથી વિનિત થયા હતા.શિક્ષક અને ગૃહપતિ અને આચાર્ય તરીકે  તરીકે ભાવનગર ,ઘરશાળા અને ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલામાં સેવા આપી હતી.
         ૧૯૫૩-૬૪ના વર્ષોમાં લોકભારતી વિદ્યાપીઠ સણોસરામાં અધ્યાપક અને ગૃહપતિ પદે રહ્યા હતા.આજીવન શિક્ષક એવા મૂળશંકર ભટ્ટ અઆદર્શ ગૃહપતિના પર્યાય સમા હતા.ગૃહપતિ તરીકે વ્યાપક સહાનુભુતિનું ઝરણું તેમનામાં વહ્યા કરતુ હતું.
         બુનિયાદી શિક્ષણની સાથે તેઓએ સાહિત્ય સર્જન દ્રારા પણ કિશોરોના જીવન ઘડતરનું ઉત્તમ કાર્ય પણ કર્યું છે.મુળશંકર ભટ્ટે સાગર સમ્રાટ,સાહસિકોની સુષ્ટિ ,પાતાળપ્રવેશ,ચંદ્રલોકમાં,એંસી દિવસમાં પુથ્વી પદક્ષિણા ,ગગનરાજ,લા મિઝરેબલ, જેવા પુસ્તકો અનુદિત કે રૂપાંતરો કર્યા છે.મહાન મુસાફરો,નાનસેન,દલપતરામની વાતો,વાંચન પટ,વાંચવા જેવી વાર્તા,બાળકોને વાર્તા કેમ કહેશો  અને વાંચતા આવડી ગયું પણ તેમના સર્જનો છે.તેમણે સ્વામી આનંદના પુસ્તકો પણ સંપાદિત કર્યા છે.
         ચરિત્રકાર,નિબંધકાર,અનુવાદક ,રચનાત્મક કાર્યકર ,ગુજરાત નઈ તાલીમ સંઘના કાર્યકર્તા મૂળશંકર ભટ્ટનું ૩૦ ઓક્ટોબર ૧૯૮૪ના રોજ અવસાન થયું હતું.

અરુણ વાઘેલા

સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૨૫ જૂન ૨૦૧૯ ,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ