નાનાભાઈ ભટ્ટ
સિનિયર મોસ્ટ ભટ્ટ :
નાનાભાઈ ભટ્ટ (૧૯૧૫-૧૯૯૯)
આજે મુકેશ ભટ્ટ અને મહેશ ભટ્ટના પિતા અને પૂજા ભટ્ટ તથા આલિયા ભટ્ટના દાદા નાનાભાઈ ભટ્ટનો જન્મદિવસ છે.ગુજરાતી અને હિન્દીમાં ૧૦૦ થી વધુ ફિલ્મો નિર્માણ અને દિગ્દર્શિત કરનાર નાનાભાઈ ભટ્ટનો જન્મ પોરબંદરમાં થયો હતો .
નાનાભાઈ ૧૯૩૦મા ૧૫ વર્ષની વયે મુંમ્બઈ આવ્યા અને ભાઈ બળવંત ભટ્ટના સાનિધ્યમાં સાઉન્ડ રેકોડીસ્ટ તરીકે કારકિર્દી શરુ કરી.ત્યારબાદ બટુક ભટ્ટ નામે પટકથાઓ લખવાનું શરુ કર્યું.આ નામે તેઓએ ફિલ્મો પણ બનાવી હતી. નાનાભાઈ ભટ્ટે વસંત પિકચરના નેજા હેઠળ સહદિગ્દર્શક તરીકે કામ શરુ કર્યું.
૧૯૪૬મા પોતાની દીપક પિક્ચર નામની કંપની શરુ કરી.તેમની પહેલી ફિલ્મ મુકાબલા હતી ડબ્બલ રોલની આ પહેલી ફિલ્મ પાછળથી ફિલ્મ નિર્માતાઓમાં અનુકરણીય પણ બની હતી.નાનાભાઈ ભટ્ટે.મિ.એક્સ ,ઝીમ્બો કમ્સ ટુ ટાઉન ,લાલ કિલા ,કંગન,અમન,બગદાદ કી રાતે,બે ખબર,ભૂતનાથ,નાગરાની,રોકેટ ગર્લ,નયા સંસાર,તીન ઉસ્તાદ,ડાકા,બાઝીગર,સન ઓફ સિંદબાદ,ચાલબાઝ ,કિસ્મત,તૂટે ખીલોને,,લાવ-કુશ,વીર બબ્રુંવાહન ,ચાલીસ કરોડ જેવી અનેક ફિલ્મો નિર્માણ કે દિગ્દર્શિત કરી હતી.બે પત્નીઓના પતિ અને નવ સંતાનોના પિતા નાનાભાઈ ભટ્ટનું ૨૩ એપ્રિલ ૧૯૯૯ના રોજ મુંબઈમાં અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૧૨ જૂન ૨૦૧૯ ,અમદાવાદ
Comments
Post a Comment