એ.ઓ.હ્યુમ
કોંગેસના જનક : એલન ઓક્ટોવિયન હ્યુમ
(૧૮૨૯-૧૯૧૨)
"હિંદના દીકરાઓ હાથ ધરીને કેમ બેઠા છો ,
શું કોઈ દેવતાની મદદ મળવાની રાહ જુઓ છો ?"
ભારતની આઝાદીની લડત માટે યુંવાઓને પોરસાવતી પ્રસ્તુત કાવ્યપંક્તિ કોઈ ભારતીય કવિએ નહિ પણ એક બ્રિટીશ વહીવટી અધિકારી એલન ઓકટોવિયન હ્યુમે લખી છે.આજના દિવસે તેમનો જન્મ થયો હતો.
૧૮૪૯મા આઈ .સી.એસ ની પરીક્ષા પસાર કરી ઉત્તર પ્રાંતના ઇટાવામાં કલેકટર તરીકે નિયુક્ત થયા હતા.ઇટાવામાં પ્રજાકલ્યાણની ભાવના સાથે સ્વખર્ચે હોસ્પિટલ અને ૩૨ શાળાઓનું નિર્માણ કરાવ્યું હતું.છતાં ૧૮૫૭ ના સંગ્રામ વખતે "અંગ્રેજ માત્ર શત્રુ "ની ભાવનાથી કામ કરતા વિપ્લવકારીઓથી બચવા હ્યુંમને ઇટાવાથી સ્ત્રીવેશે ભાગવું પડ્યું હતું.
૨૮ ડિસે.૧૮૮૫ના રોજ મુંબઈમાં સ્થપાયેલી હિન્દી રાષ્ટ્રીય મહાસભા(આજની કોંગ્રેસ)ના પ્રેરક અને સંસ્થાપક તરીકે પણ હ્યુમ પસિદ્ધ છે.તેની સ્થાપના પછી તરત ક કોંગ્રેસને બ્રિટીશ શાસન માટે શંકાની નજરે જોવાઈ હતી. પરિણામે હ્યુમને ભારત છોડવું પડ્યું .૩૧ જુલાઈ ૧૯૧૨ના રોજ ત્યાં તેમનું અવસાન થયું હતું.
ભારતીય ભોજનના ચાહક,પક્ષીઓમાં રસને કારણે પક્ષી વિજ્ઞાનના પિતા તરીકે જાણીતા થયેલા અને ગીતા અને બાઈબલના નિયમિત અભ્યાસી એવા એલન લોકમાન્ય તિલકને સાચા દેશભક્ત અને ભારતમાતાના સુપુત્ર માનતા હતા .તિલક જ ભારતને આઝાદી અપાવશે તેવું તેઓ દ્રઢપણે માનતા હતા .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૬ જુન ૨૦૧૯ ,અમદાવાદ
Comments
Post a Comment