છોટુભાઈ પુરાણી


                એકલવ્યની એકનિષ્ઠા :
         છોટુભાઈ પુરાણી ( ૧૮૮૫ - ૧૯૫૦ )                   આજે તારીખ ૧૩ જુલાઈ અને સાહિત્યકાર બટુભાઈ ઉમરવડીયા , ગુજરાતમાં વ્યાયામ પ્રસારક અને કેળવણીકાર છોટુભાઈ પુરાણીનો જન્મદિવસ અને બંગાળી લેખિકા આશાપૂર્ણાદેવી અને વિશ્વ હિંદુ પરિષદના વરિષ્ઠ નેતા ગીરીરાજ કિશોરની પુણ્યતિથિ છે .
       ગુજરાતમાં વ્યાયામ પ્રવુંતિઓના પ્રણેતા અને આઝાદીના આશક છોટુભાઈ બાલકૃષ્ણ  પુરાણીનો જન્મ મોસાળ ડાકોરમાં , બે વર્ષની વયે માતાનું
અવસાન થયું હતું .તેઓએ  શિક્ષણ ડાકોર ,જામનગર ,વડોદરા  અને અમદાવાદમાં
લીધું હતું .
      તેજસ્વી શેક્ષણિક કારકિર્દી ધરાવતા છોટુભાઈ શ્રી અરવિદની વિચારસરણીથી ખુબ પ્રભાવિત હતા .બંગાળી ક્રાંતિકારીઓના પ્રભાવમાં ગુજરાતમાંથી પણ વ્યાયામ પ્રવુંતિઓના માધ્યમથી દેશ સેવા માટે મરજીવા તૈયાર કરવાના ભાગરૂપે અખાડા ,મલખમની પ્રવુતિઓ શરુ કરી .યુવાનોને તન ,મન અને
ચારિત્ર્યથી સમૃદ્ધ કરવા વ્યાયામની સાથે ચર્ચા સભા ,હસ્તલિખિત સામયિકો,સાહસિક પ્રવાસો અને રમતો  ,પુસ્તકાલય  અને સહકારી પ્રવુતિઓ શરુ કરી
તત્કાલીન ગુજરાતના યુવાનોએ તેમની આ પ્રવુતિને બહોળો પ્રતિસાદ આપ્યો હતો.વ્યાયામ શાળાઓ દ્રારા તેઓએ યુવાઓનું સંગઠન કરી દેખાડ્યું હતું .આ યુવાનો
રાષ્ટ્રના સ્વતંત્રતા સંગ્રામમાં અને રચનાત્મક કાર્યોમાં સીધા ખપમાં લાગ્યા હતા.
      છોટુભાઈ પણ આઝાદીના આંદોલનમાં જોડાઈ ભૂગર્ભ પ્રવુંતિઓ કરી જેલવાસ પણ  વેઠ્યો હતો .જહાલવાદી વિચારધારા ધરાવતા શ્રી પુરાણીએ  સારી સંતતિ ,ઉષ્મા  અને દેહધર્મ વિજ્ઞાન જેવા પુસ્તકો પણ લખ્યા છે .
      માત્ર જોશીલા ભાષણો  કરવાથી કઈ નહિ થાય પણ વ્યવહારુ કામ કરવાથી દેશસેવા થશેની વાતમાં માનતા છોટુભાઈ પુરાણીનું ૨૨ ડીસેમ્બર ૧૯૫૦ના રોજ અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૧૩ જુલાઇ ૨૦૧૯ ,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ