હરગોવિંદ દાસ કાંટાવાળા
સાહિત્ય માર્તંડ :
હરગોવિંદદાસ કાંટાવાળા ( ૧૮૪૪ - ૧૯૩૦ )
આજે તારીખ ૧૬ જુલાઈ અને યુ.એનના પહેલા મહામંત્રી ટ્રીંગવેલી , હિન્દ છોડો આંદોલનના નાયિકા અરુણા અસફઅલી અને ગુજરાતના સમાજસુધારક અને સાહિત્યકાર હરગોવિંદદાસ દ્રારકાદાસ કાંટાવાળાનો જન્મદિવસ અને રસાયણશાસ્ત્રી ટી.કે .ગજ્જર , મીઠુંબેન પીટીટ ,અભિનેત્રી કાનન બાલા દિલીપ
રાણપુરાની પુણ્યતિથિ છે .
વડોદરામાં જન્મેલા હરગોવિંદદાસ કાંટાવાળા ૧૮૬૪મા મેટ્રિક થયા હતા .તે પછી રાજકોટમાં આચાર્ય અને વડોદરાના ગાયકવાડી શાસનમાં કેળવણી અને સૈન્ય ખાતામાં નોકરીઓ કરી હતી .દરમિયાન ગુજરાતમાં સમાજ પરિવર્તનમાં પણ તેઓની રૂચી રહી હતી .
હરગોવિંદદાસ કાંટાવાળાએ પાણીપત અથવા કુરુક્ષેત્ર ,વિશ્વની વિચિત્રતા ,અંધેરી નગરીનો ગંધર્વસેન ,કેળવણીનું શાસ્ત્ર અને તેની કળા ,પ્રાચીન કાવ્યમાળા અને દેશી કારીગરીને ઉત્તેજન
જેવા ઘણા પુસ્તકો પણ લખ્યા છે . દેશી કેળવણીને ઉત્તેજન નામનું તેમનું પુસ્તક ગુજરાતમાં આર્થિક રાષ્ટ્રવાદને ઉત્તેજન આપનારા પુસ્તક તરીકે ગણાયું છે .
કાંટાવાળાનું સાહિત્ય સાધનાના ફળ સ્વરૂપે સાહિત્ય માર્તંડ અને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે સન્માન થયું હતું .અંગ્રેજ સરકારે પણ તેમનું રાવ બહાદુરના ઈલ્કાબથી સન્માન કર્યું હતું .
ગુજરાતના સામાજિક અને સાહિત્યિક ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર હરગોવિંદદાસ કાંટાવાળાનું ૩૧ માર્ચ ૧૯૩૦ના રોજ અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,16 જુલાઈ 2019,અમદાવાદ
Comments
Post a Comment