છોટુભાઈ નાયક


       કોશકાર : છોટુભાઈ નાયક ( ૧૯૧૩ -૧૯૭૬ )

       આજે તારીખ ૧૮ જુલાઈના રોજ  લેખક ,પત્રકાર ઈશ્વરલાલ ઈચ્છારામ દેસાઈ ,રંગભૂમિના તેજસ્વી નટ અમૃત કેશવ નાયક ,સ્થિતિ સ્થાપકતાના સિદ્ધાંતના
શોધક રોબર્ટ હુક ,દંતકથારૂપ ગઝલ ગાયક મહેંદી હસન ,દક્ષીણ આફ્રિકાના ગાંધી નેલ્સન મંડેલા અને ફારસી ,ઉર્દુ અને મધ્યકાલીન ઇતિહાસના અભ્યાસી અને કોશકાર છોટુભાઈ રણછોડજી નાયકનો જન્મદિવસ તથા રાજેશ ખન્નાની પુણ્યતિથિ છે.
        વલસાડ જીલ્લાના ભાગોદ ગામે જન્મેલા છોટુભાઈ પારડી ,વડોદરા અને મુંબઈમાં ભણ્યા હતા .૧૯૪૨મા " અબ્દુલરહીમ ખાનખાના અને એનું સાહિત્ય મંડળ" શીર્ષકથી પીએચ .ડી ની પદવી હાંસલ કરી હતી .  છોટુભાઈ નાયકે કોલ્હાપુર ,નવસારી ,અમદાવાદની એચ.કે .કોલેજ અને પ્રતિષ્ઠિત ભો.જે .વિદ્યાભવન વગેરે જગ્યાએ અધ્યાપક તરીકે કામ કર્યું હતું .૧૯૬૪ માં તેઓ ગુજરાત યુનિવર્સીટીના ભાષા ભવનમાં ફારસીના અધ્યાપક અને અધ્યક્ષ તરીકે જોડાયા હતા .
        અધ્યયન અને સંશોધનના બળે તેઓએ ફારસી શબ્દોનો સાર્થ વ્યુત્પત્તિ કોશ ( ૩ ભાગમાં),ગુજરાતના નાગરોનું ફારસી ભાષા અને સાહિત્યમાં ખેડાણ ,અરબી-ફારસીની ગુજરાતી પર અસર ,સુફી મત ,મધ્યયુગીન ભારત ખંડ ૧-૨ અને ગુજરાતમાંની ઇસ્લામી  સલ્તનતનો ઈતિહાસ જેવા પુસ્તકો દ્રારા મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને ઈતિહાસ  જેવી  વિદ્યાશાખાઓને સમૃદ્ધ કરી છે . છોટુભાઈ નાયકના અધ્યયન -સંશોધનનું રાષ્ટ્રપતિ એવોર્ડ અને લંડનની રોયલ એશિયાટિક સોસાયટીના
ફેલો તરીકે સન્માન થયું હતું .
     મધ્યકાલીન ગુજરાતના સાંસ્કૃતિક પાસાના નક્કર સંશોધક છોટુભાઈ નાયકનું ૯ જાન્યુઆરી ૧૯૭૬ના રોજ અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,18 જુલાઈ ૨૦૧૯,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ