નવાબ વાજીદ અલી શાહ

કલાપ્રેમી નવાબ : વાજિદઅલી શાહ (૧૮૨૨..૧૮૮૭)

            આજે ઉદ્યોગપતિ હેનરી ફોર્ડ, ભારતીય વહીવટદાર રાજરાજેશ્વર અને અવધના નવાબ વાજિદઅલી શાહનો જન્મદિવસ છે.
         વાજિદઅલીનું આખું નામ હઝરત ખાલિદ અબુલ મન્સુર નસીરુદ્દીન પાદશાહ..ઇ.. આદિલ અને જન્મ લખનૌમા થયો હતો.૧૮૪૭ માં અવધનાં દસમા અને છેલ્લાં નવાબ તરીકે સત્તાના સૂત્રો સંભાળ્યા પણ બ્રિટીશ સત્તા એ તેમને પદભ્રષ્ટ કરી કલકતા મોકલી દીધો. છતાં તેની ૧૦ વર્ષની નવાબી કલાપ્રેમીઓ સાદર યાદ કરે છે.
            તેનાં દરબારમાં રોજ સંગીતનો જલસો જામતો. તે પોતે નાટ્ય કવિતા, ગઝલ લખતાં. દયા.ઇ. તાષ્ષ્ક, અફસન..ઇ.. ઇશાક, બહાર..ઇ.. ઉલ્ફત, દીવાને.. અખ્તર અને પરીખાના જેવાં પુસ્તકોનો રચયિતા હતો. વાજિદઅલી ઠુમરીના જન્મદાતા પણ ગણાય છે.અવધ છોડતી વખતે તેમણે બાબુલ મોરા નૈહર છુટો નામની ઠુમરી ગાયેલી તે ઘણી પ્રસિદ્ધ રચના છે. જે ફિલ્મોમાં પણ ગવાઈ હતી.
         કથ્થક અને ગુલાબો સિતાબો ( કઠપૂતળી શૈલી) માટે પણ તેમનું સ્મરણ થાય છે.કવિ,નર્તક, સંગીતકાર જેવી અનેક ઓળખાણો ધરાવતા વાજિદઅલીના સંરક્ષણથી અવધ, લખનૌમાં કલાઓનો ભવ્ય વિકાસ થયો હતો. તેમના પત્ની બેગમ હઝરત મહલને ૧૮૫૭ નાં સંગ્રામના મહાન સેનાપતિ તરીકે યાદ કરાય છે.
           વાજિદઅલી શાહ નું ૨૧ સપ્ટે.૧૮૮૭ ના રોજ અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૩૦ જુલાઈ ૨૦૧૯,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ