સાયમન બોલિવર


          દક્ષિણ અમેરિકાનો મુક્તિદાતા  :
       સાયમન બોલીવર ( ૧૭૮૩ - ૧૮૩૦ )
      આજે ઇટાલીના રાજા વિકટર ઇમેન્યુઅલ પ્રથમ,સાહિત્યકાર એલેક્ઝાંડર ડૂમા , ગાંધીવાદી કાર્યકર પ્રભુદાસ પટવારી ,બાંસુરી વાદક પન્નાલાલ ઘોષ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ અને  દક્ષિણ અમેરિકામાં સ્પેનની ગુલામી વિરુદ્ધ ક્રાંતિની આગેવાની લેનાર સાયમન બોલીવરનો  જન્મદિવસ છે.
           સાયમન બોલીવરનું આખુંનામ સાયમન જોશ એન્ટોનિઓ ડી લા સેન્ટીસ્મા ત્રિનિદાદ બોલીવર વાય પ્લેસિયસ અને જન્મસ્થાન વેનેઝુએલાના ન્યુ ગ્રેનેડાનું કરાકસ.શ્રીમંત કુટુંબમાં જન્મેલા સાયમનના પરિવાર પાસે વેનેઝુએલામાં સોના-ચાંદીની ખાણો હતી.
      કિશોરાવસ્થામાં માતા-પિતાનું અવસાન થતા તેનો ઉછેર નર્સો અને શિક્ષકો દ્રારા થયો હતો.યુવાવસ્થામાં અમેરિકન અને ફ્રેંચ ક્રાંતિ તથા તેમાંથી નિપજેલા સ્વતંત્રતા,સમાનતા અને બન્ધુતાના વિચારોથી પ્રભાવિત થયા હતા.ફ્રેંચ સરમુખત્યાર નેપોલિયનની સંગતમાં પણ આવ્યા હતા તેઓ દક્ષિણ અમેરિકામાં નેપોલિયન જેવા શક્તિશાળી નેતાની જરૂરિયાત પણ જોતા હતા.સ્પેન-અમેરિકા વચ્ચેના યુદ્ધ દરમિયાન  ચાલેલા લશ્કરી અભિયાનોમાં  પણ ભાગ લીધો હતો.
       સ્પેન વિરુદ્ધ નાગરિક અને આઝાદીના અધિકારો માટે ૧૪ મેં ૧૮૧૩ના રોજ "કામ્પના એડમાંયરેબલ કેમ્પેઈન "શરુ કર્યું હતું તે દ્રારા દક્ષીણ અમેરિકાના સંસ્થાનોને આઝાદ કરવાનું અભિયાન ઉપાડ્યું હતું.તેનું પરિણામ તે વેનેઝુએલાની આઝાદી.
       સાયમને "લેટર્સ ફ્રોમ જમૈકા "નામનું સંસદીય વિચારધારાને લગતું પુસ્તક લખ્યું હતું.તેમનો વિચાર વારસો (legasy) આજે પણ અમેરિકામાં જણાય છે.
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૨૪ જુલાઇ ૨૦૧૯,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ