સિકંદર
એલેકઝાંડર દિ ગ્રેટ : સિકંદર ( ઈ.સ.પૂર્વે ૩૫૬ - ૩૨૩ )
"પિતાજી તમે જ બધું જીતી લેશો તો મારા ભાગમાં જીતવા માટે શું રહેશે? ",જેવી દંતકથનાત્મક વાતો જેની સાથે સંકળાયેલી છે તેવા યુરોપનાં એલેકઝાડર દિ ગ્રેટ અને આપણી ભાષામાં સિકંદર તરીકે ઓળખાતા ગ્રીક સેનાપતિનો આજે જન્મ દિવસ છે.
આખું નામ એલેકઝાડર ત્રીજો ઓફ મેસેડોન હતું.ઈ.સ.પૂર્વે ૩૩૩ માં મેસેડોનિયામાં દરીયસ ત્રીજાને હરાવી રાજ્ય સ્થાપ્યું અને સમયના વહેંણ સાથે સામ્રાજ્ય પણ ઉભું કર્યું.તેનું સ્વપ્ન આખી દુનિયા જીતવાનું હતું.ઈ.સ પૂર્વે ૩૨૬ - ૨૭મા તે ભારત વિજય માટે આવ્યો .અહી તેણે પહેલી વખત મોર જોયા અને મોરના સૌન્દર્યથી એટલો પ્રભાવિત થયો હતો કે તેણે મોર ન મારવાની સૈનિકોને આજ્ઞા કરી હતી .
ઝેલમ અને ચિનાબ નદીઓ વચ્ચે રાજ કરતા પોરસ સાથેના તેના યુદ્ધની ચર્ચા ભારતમાં સવિશેષ થાય છે.સિકંદરે પણ પોરસ અને તેના બહાદુર સૈનિકોની પશંસા કરી છે.ખરેખર તો પોરસના પરાક્રમથી પ્રભાવિત થઇ સિકંદર ભારતમાં આગળ વઘવાનું વિચારી શક્યો ન હતો.વાયવ્ય ભારતથી જ તે મેસેડોનિયા પરત ફરવા નીકળ્યો પણ પહોચી ન શક્યો પહેલા તેનો પ્રિય અશ્વ બીસોફોલસ અને પછી ૧૩ જુન ૩૨૩ નાં રોજ સિકંદરનું બેબીલોન (આજનું ઈરાક )ખાતે મેલેરિયાથી અવસાન થયું હતું.
મૃત્યુ પહેલા તેણે કહેલું કે મારી દફનવિધિ વખતે મારા હાથ કોફીનમાંથી બહાર રાખજો જેથી લોકોને લાગે કે પોણા ભાગની દુનિયા જીતનાર સિકંદર મૃત્યુ
પછી પોતાની સાથે કશું જ લઇ જઈ શકતો નથી.
સિકંદરના આક્રમણ પછી ભારત અને
ગ્રીસ વચ્ચે સાંસ્કૃતિક સંબંધોનો દોર શરુ થયો હતો.
આજે અભિનેતા રાજેન્દ્રકુમારનો જન્મદિવસ અને બ્રુસ લીની પુણ્યતિથિ પણ છે.
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૨૦ જુલાઇ ૨૦૧૯ ,અમદાવાદ
Comments
Post a Comment