મનુભાઈ ત્રિવેદી - ગાફિલ
રામરસ : મનુભાઈ ત્રિવેદી ઉર્ફે ગાફિલ
( ૧૯૧૪ - ૧૯૭૨ )
આજે તારીખ ૨૭ જુલાઈ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અર્થશાસ્ત્રી જગદીશ એન ભગવતી ,લોકસાહિત્યકાર પિંગળશીભાઈ ગઢવી ,ક્રાંતિકારી વીરાંગના કલ્પના દત્તા અને મનુભાઈ ત્રિવેદી ઉર્ફે ગાફિલ -સરોદનો જન્મદિવસ તથા ખલનાયક
અમજદખાન અને મિસાઈલ મેન એ.પી.જે.અબ્દુલ કલામની પુણ્યતિથિ છે .
મુળવતન માણાવદર પણ રાજકોટમાં જન્મેલા મનુભાઈ ત્રિવેદીના પિતા ત્રિભોવનદાસ માણાવદર રાજ્યના દિવાન બહાદુર હતા .કુટુંબમાંથી જ તેઓને સાહિત્યનો વારસો મળ્યો હતો .માણાવદર ,જુનાગઢ અને રાજકોટથી મનુભાઈએ શિક્ષણ પ્રાપ્ત કર્યું
હતું .ગુજરાતના વિવિધ સ્થળોએ તેઓએ વકીલાત અને ન્યાયધીશની જવાબદારી અદા કરી હતી .
રમત ગમતમાં પણ રુચિ ધરાવનાર મનુભાઈની સાહિત્યિક ગતિ ભજનો અને ગઝલમાં રહી છે તેઓ સરોદ ઉપનામથી ભક્તિકાવ્યો અને ગાફિલ તખલ્લુસથી ગઝલો લખતા હતા .તેમની ભક્તિ રચનાઓમાં સૌરાષ્ટ્રની ભજન પરંપરા અને ગઝલમાં સાદગીનો પ્રભાવ વર્તાય છે મનુભાઈ ત્રિવેદીએ રામરસ ,સુરતા અને બંદગી જેવા કાવ્ય સંગ્રહો રચ્યા છે. મનુભાઈ ગાફિલનો ગઝલ મિજાજ વ્યક્ત કરતી
પંક્તિઓ :
"અસલના ઉતારા છે મારી ગઝલમાં ,
કે મોઘમ ઈશારા છે મારી ગઝલમાં ,
રૂપાળા તિખારા છે મારી ગઝલમાં ,
સળગતા સિતારા છે મારી ગઝલમાં "
અને તેઓની પ્રસિદ્ધ રચના
"જુદી જીંદગી છે મિજાજે -મિજાજે ,
જુદી બંદગી છે નમાજે -નમાજે ,
છે એક સમંદર થયું એટલે શું ,
જુદા છે મુસાફર જહાજે - જહાજે "
" ન ગાઉ હું ભજનોની સાથે ગઝલો પણ ગાફિલ
અહી ખેંચે મીરાબાઈ તો ત્યાં મીર ખેંચે છે "
મનુભાઈ ત્રિવેદીનું ૯ એપ્રિલ ૧૯૭૨ના રોજ અમદાવાદમાં અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૨૭ જુલાઇ ૨૦૧૯ ,અમદાવાદ
Comments
Post a Comment