ટી. કે. ગજ્જર
રસાયણવિદ્યાના આદ્ય : ટી .કે .ગજજર
( ૧૮૬૩ - ૧૯૨૦ )
આજે તારીખ ૩ ઓગસ્ટ અને હિન્દી કવિ મૈથીલીશરણ ગુપ્ત ,ગીતકાર શકીલ બદાયુની,સ્વર નિયોજક જયદેવ ,પુરુષોત્તમ ગણેશ માવલંકર અને પ્રતિભાશાળી રસાયણશાસ્ત્રી અને ભારતમાં રસાયણ ઉદ્યોગના આદ્ય પર્વતક ત્રિભોવનદાસ કલ્યાણભાઈ ગજજરનો જન્મદિવસ છે .
ટી.કે .ગજજરના ટૂંકા નામે પ્રસિદ્ધ થયેલા ત્રિભુવનદાસ સુરતમાં જન્મ્યા અને શિક્ષણ સુરત અને મુંબઈથી લીધું હતું.મધ્યમ ઉંચાઈ અને મધુરભાષી ટી.કે.ગજજર કુટુંબમાં સૌથી નાના સંતાન હતા .૧૬
વર્ષે મેટ્રિક પાસ કરી મુંબઈ યુનિ .માંથી બી.એસ.સી અને એમ.એ થયા હતા.સુરતમાં ઘરેલું ઉદ્યોગ-રસાયણ પ્રયોગશાળાની સ્થાપના ,બરોડા કોલેજમાં
અધ્યાપક વગેરે તેઓની અનુગામી પ્રવુતિઓ રહી હતી .
જુન ૧૮૯૦મા મહારાજા સયાજીરાવ ગાયકવાડના પ્રયાસોથી કળાભવન નામની સંસ્થા સ્થપાતા તેમાં જોડાઈ તેનો આત્મા બની રહ્યા હતા .ટી .કે.ગજજરનું ખાસ સ્મરણ એટલા માટે થાય છે કે મુંબઈમાં કેટલાક લોકોએ રાણી વિક્ટોરિયાના પુતળાને ડામર ચોપડી કદરૂપું કર્યું હતું .તેને પૂર્વવત કરવામાં દેશ-વિદેશના વૈજ્ઞાનિકો નિષ્ફળ રહ્યા હતા ત્યારે ટી.કે .ગજજરે ત્રણ મહિનાના પરિશ્રમના અંતે પુતળા પરનો ડામર દુર કરી બતાવ્યો હતો .આ સમગ્ર પસંગ પ સપ્ટેમ્બર ૧૮૯૮ના રોજ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પત્રમાં પ્રકાશિત થયો હતો .તે પછી રાષ્ટ્રીય સ્તરે તેની નામના બંધાઈ હતી .
ગુજરાતી ,અંગ્રેજી અને જર્મન ભાષાઓ જાણતા શ્રી ગજજરે રસાયણ શાસ્ત્રના કેટલાક પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે તો તેઓ " રંગ રહસ્ય "નામનું સામયિક પણ ચલાવતા હતા . ૧૯૦૭મા સુરતમાં વનિતા વિશ્રામની સ્થાપનામાં પણ તેઓનું પાયાનું યોગદાન રહ્યું હતું.
ભારતમાં રસાયણ વિજ્ઞાનનો અમુલ્ય વારસો મુકતા ગયેલા ટી.કે .ગજજરનું ૧૬ જુલાઈ ૧૯૨૦ના રોજ અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૩ ઓગસ્ટ ૨૦૧૯,અમદાવાદ
Comments
Post a Comment