વી.એસ. નાયપોલ


વી.એસ. નાયપોલ (૧૯૩૨-૨૦૧૮)
          આજે તારીખ ૧૭ ઓગસ્ટ અને સાહિત્યકાર ગની  દહીવાલા ,બાદશાહ મોહમ્મદશાહ અને આઝાદીના જંગની બે વીરાંગનાઓ વિજયાલક્ષ્મી પંડિત અને ભક્તિલક્ષ્મી દેસાઈનો વી.એસ. નાયપોલનો આજે જન્મદિવસ છે .
          નાયપોલના  દાદા વ્યવસાય અર્થે વેસ્ટઇન્ડીઝમાં સ્થાયી થયા હતા અને નાયપોલનો જન્મ પણ ત્યાં ટ્રીનીદાદમાં થયો હતો . નવલકથાકાર,પ્રવાસ લેખક અને નિબંધકાર  વી.એસ .નાયપોલનું આખું નામ વિદ્યાધર સુરજ્પ્રસાદ નાયપોલ અને પિતા પત્રકાર અને લેખક હતા .પિતાની ઈચ્છા પણ પુત્ર મહાન લેખક બને
તેવી હતી .
           ઓક્સફર્ડ યુનિ.ના સ્નાતક  વી.એસ.નાયપોલે પ્રારંભે પત્રકારત્વ અને લેખન પ્રવુતિઓમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો,બી.બી.સી માં પણ નોકરી કરી હતી .દિ મિસ્ટિક મેસ્યુટ થી પોતાની લેખન કારકિર્દી શરુ કરનાર નાયપોલે તે પછી દિ સફરેઝ ઓફ અલ્વીરા ,એન એરિયા ઓફ ડાર્કનેસ ,એ ફ્લેગ ઓફ દિ આઈસલેન્ડ ,એ વે ઇન દિ વર્લ્ડ ,એ હાઉસ ઓફ મિસ્ટર ,ઇન એ ફ્રી સ્ટેટ ,ઇન્ડિયા એ વંડરફૂલ સીવિલીઝેશન જેવા ૩૦ થી વધુ પુસ્તકો લખ્યા છે .
            પોતાના લખાણોને કારણે તેઓ ઘણા વિવાદોમાં પણ રહ્યા હતા .બાબરી ધ્વંશ ઘટનાને નાયપોલે વ્યાજબી ગણાવી હતી .અલબત્ત ભારતીય પ્રજાના દોષો પણ ગણાવતા હતા .
           વી.એસ.નાયપોલના સાહિત્ય સર્જનનું બુકર પ્રાઈઝ ,ટાઈમ્સના સર્વકાલીન ૫૦ સાહિત્યકારોની યાદીમાં સ્થાન અને સાહિત્યનું નોબલ પારિતોષિક એમ અનેક રીતે સન્માન થયું છે . પોતાના સર્જનો દ્રારા પૂરી દુનિયાને જક્જોરી દેનાર વી.એસ. નાયપોલનું ૧૧ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૧૭ ઓગસ્ટ ૨૦૧૯,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ