ગંગાબેન ઝવેરી
ગંગાબહેન ઝવેરી ( ૧૮૯૬ - )
આજે તારીખ ૨૧ ઓગસ્ટ અને જુના ભાવનગર રાજ્યના દિવાન ગૌરીશંકર ઓઝા ( ગગા ઓઝા ),પત્રકાર ,નાટ્યકાર અને સમાજ સુધારક કેખુશરોજી કાબારજી ,સ્વતંત્રતા સૈનિક સવિતાબેન ત્રિવેદી અને ગંગાબહેન ઝવેરીનો જન્મદિવસ તથા કાકાસાહેબ કાલેલકર ,ક્રિકેટર વિનુ માંકડ અને શહનાઈવાદક ઉસ્તાદ બિસ્મિલ્લાહખાનની
પુણ્યતિથિ છે .
સ્વતંત્રતા સૈનિક અને રચનાત્મક કાર્યકર ગંગાબહેન બાલાભાઈ ઝવેરીનો જન્મ ૧૮૯૬ના વર્ષે અમદાવાદમાં સંપન્ન પરિવારમાં થયો હતો .હિન્દી
રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ ) અને સત્યાગ્રહ આશ્રમ ,અમદાવાદમાંથી પોષણ મેળવી તેઓએ પોતાની રાષ્ટ્રવાદી પ્રવુતિઓ શરુ કરી હતી ..ખેડા સત્યાગ્રહ (
૧૯૧૭-૧૮ ) ,ધોલેરા સત્યાગ્રહ ( ૧૯૩૦ )વગેરેમાં ભાગ લઇ ગંગાબહેને કારાવાસ પણ ભોગવ્યો હતો .અમદાવાદમાં ઝંડો ફરકાવવા બદલ પણ તેમને જેલની સજા થઇ હતી .અમદાવાદમાં થયેલા સત્યાગ્રહમાં તો તેઓએ સરમુખત્યારની ભૂમિકા પણ અદા કરી હતી .
૧૯૨૫ થી આઝાદી મળી ત્યાં સુધીની મોટાભાગની લડતોમાં પ્રત્યક્ષ યોગદાન આપનાર ગંગાબહેન ઝવેરીએ મદ્યપાનનિષેધ ,ખાદી -ગ્રામોદ્યોગ ,અસ્પૃશ્યતાનિવારણ જેવી અનેકવિધ ગાંધીવાદી પ્રવુતિઓમાં સક્રિય યોગદાન આપ્યું હતું .
સ્વરાજ્ય પહેલા અને પછી સ્થપાયેલી સ્ત્રી સંસ્થાઓની સ્થાપના ,સંવર્ધન અને નારી જાગૃતિમાં પણ તેઓનો મહત્વનો ફાળો રહ્યો હતો .આજીવન રાષ્ટ્રવાદી અને ગાંધીવાદી રચનાત્મક પ્રવુતિઓ અને
સંસ્થાઓમાં વ્યસ્ત રહેલા ગંગાબહેન ઝવેરી સ્વરાજ્યયુગીન ગુજરાતના અગ્રણી મહિલા નેતા હતા .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૨૧ ઓગસ્ટ ૨૦૧૯,અમદાવાદ
Comments
Post a Comment