પ્રાણજીવન પાઠક
પ્રાણજીવન પાઠક ( ૧૮૯૮ - ૧૯૭૫ )
આજે તારીખ ૨૨ ઓગસ્ટનાં રોજ પત્રકાર ફરદુંજી મર્ઝબાન ,ઉત્તમ શિક્ષક કરુણાશંકર કુબેરજી ભટ્ટ ,અગ્રણી અર્થશાસ્ત્રી અને કેળવણીકાર સી.એન.વકીલ ,આઈ.એન.ટીના સ્થાપક દામુ ઝવેરી , યશસ્વી વ્યંગકાર હરિશંકર પરસાઈ અને સાહિત્યકાર પ્રાણજીવન પાઠકનો જન્મદિવસ છે.
સૌરાષ્ટ્રમાં ખંભાળિયામાં જન્મેલાં પ્રાણજીવને પ્રાથમિક શિક્ષણ ખંભાળિયા અને ઉચ્ચ શિક્ષણ વડોદરા અને પુણેની ફર્ગ્યુસન કોલેજમાંથી લીધું હતું.૧૯૧૯ માં વિનયન સ્નાતક થયાં , સમાજશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન અને ચિત્ત મનોવિજ્ઞાન તેમનાં પસંદગીના વિષયો હતાં. પોતાની સંશોધન વૃત્તિને પોષવા માટે તેમણે" મિઝલસે ફીલસૂફાન " નામથી સંસ્થાની પણ સ્થાપના કરી હતી.
ટાગોરના ગાઢ પ્રભાવમાં ૨૬મા વર્ષે ૧૫ પ્રવેશનું "અનંતા" નામનું નાટક લખ્યું હતું. તે પછી હીમકાંત, અનુપમ અને ગૌરી , રૂદ્ર અને રંજના , દીપક તથા વિમળ અને જ્યોતિ જેવાં નાટકો લખ્યાં હતાં. તેમનાં નાટકોએ શિષ્ટ ભાષા શૈલી અને પરિષ્કૃત સંવાદોથી ખાસ આકર્ષણ ઊભું કર્યું હતું. તેમના નાટકો તત્કાલીન નૂતન સાહિત્યિક આબોહવામાં પાગર્યાં હતાં.
નાટ્યકાર તરીકેની મૂળભૂત ઓળખ ધરાવતાં પ્રાણજીવન પાઠકે ઇબ્સનના નાટક " ડોલ્સ હાઉસનો " ઢીંગલી" નામે અને પ્લેટોનાં પ્રસિદ્ધ ગ્રંથ REPBLICનો " પ્લેટોનું આદર્શ નગર" નામે ધ્યાનપાત્ર અનુવાદો કર્યા છે .પ્રાણજીવન વિશ્વનાથ પાઠકનું ૧૯૭૫માં અવસાન થયું હતું.
સૌજન્ય :દિવ્ય ભાસ્કર,૨૨ ઓગસ્ટ ૨૦૧૯,અમદાવાદ
Comments
Post a Comment