પ્રેમશંકર ભટ્ટ


નચિકેત : પ્રેમશંકર ભટ્ટ  ( ૧૯૧૪ - ૧૯૭૬ )
       આજે તારીખ ૩૦ ઓગસ્ટના રોજ નગીનદાસ  પારેખ ,મુઘલ બાદશાહ જહાંગીર ,હિન્દીના નામાંકિત સાહિત્યકાર ભગવતીચરણ વર્મા ,ગીતકાર શૈલેન્દ્ર અને
ગુજરાતી સાહિત્યકાર પ્રેમશંકર હરિલાલ  ભટ્ટનો જન્મદિવસ તથા  છોટે સરદાર તરીકે પ્રસિદ્ધ ચંદુલાલ દેસાઈ અને ગુજરાતના અગ્રણી સામ્યવાદી નેતા દિનકર
મહેતાની પુણ્યતિથિ છે .
        પ્રેમશંકર ભટ્ટનો જન્મ ધાંગધ્રા તાલુકાના
રાજસીતાપુર ગામે ૧૯૧૪ના વર્ષે થયો હતો .તેઓએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ધાંગધ્રા અને હળવદમાં લીધું . શામળદાસ કોલેજમાં  સ્નાતકમાં ગુજરાતી વિષયમાં પ્રથમ આવવા બદલ ગુજરાતી સાહિત્ય પરિષદનો સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો .
        પ્રેમશંકર વિનયન અનુસ્નાતક થઇ બર્માશેલ કમ્પનીમાં પબ્લિક રીલેશન અધિકારી તરીકે કાર્યરત રહી સમાંતરે ગુજરાતી સાહિત્ય અને વિવેચનની પ્રવુતિઓમાં પણ સક્રિય રહ્યા હતા .તેમણે મુંબઈની સિદ્ધાર્થ કોલેજ , અમદાવાદની સ્વામીનારાયણ કોલેજ અને દહેગામ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક અને દહેગામ કોલેજમાં આચાર્ય તરીકે સેવાઓ આપી હતી .
         વિશાળ વાંચન ધરાવતા પ્રેમશંકર ભટ્ટે ધરિત્રી ,તીર્થોદક ,મહારથી કર્ણ ,શ્રીમંગલ ,મધુપર્ક ,આચમન , અગ્નિજ્યોત બીજલ ,ચયનિકા ,સુદામા ચરિત અને પંજરી જેવા કવિતા ,પદ્યરૂપક ,લઘુનવલ ,વિવેચન,સંપાદન અને વાર્તાને લગતા પુસ્તકો લખ્યા છે .
      તેમના સર્જન અને વિવેચનની બળવતરાય ઠાકોર ,ડોલરરાય માંકડ  અને વિજયરાય વૈધ જેવા દિગ્ગજ વિવેચકોએ  પ્રશંશા કરી છે .
       " નચિકેત " અને  "જનક " ઉપનામથી સાહિત્ય સર્જન કરતા પ્રેમશંકર હ . ભટ્ટનું ૩૦ જુલાઈ ૧૯૭૬ના રોજ અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર, અમદાવાદ,૩૦ ઓગસ્ટ ૨૦૧૯ ,

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ