ફિરોજશાહ મહેતા
તાજ વગરના રાજા : ફિરોઝશાહ મહેતા
( ૧૮૪૫ - ૧૯૧૫ )
આજે તારીખ ૪ ઓગસ્ટના રોજ મરાઠી સાહિત્યકાર નારાયણ સીતારામ ફડકે , ગાયક -
અભિનેતા કિશોરકુમાર , બરાક ઓબામાં અને રાજનીતિના બાદશાહ ગણાયેલા સર ફિરોઝશાહ મહેતાનો જન્મદિવસ અને ઇતિહાસકાર કે.પી.જયસ્વાલની પુણ્યતિથિ છે.
મુંબઈના ધનાઢ્ય પારસી પરિવારમાં જન્મેલા ફિરોઝશાહ મુંબઈ અને બ્રિટનમાં ભણ્યા હતા .પારસી સમાજમાંથી વિનયન અનુસ્નાતક થનાર તેઓ સૌપ્રથમ હતા .ઇંગ્લેન્ડ અભ્યાસ દરમિયાન જ તેઓની રાજકીય ગતિવિધિઓ પણ શરુ થઇ હતી.૧૮૬૮માં બેરિસ્ટર થઇ મુંબઈમાં વકીલાત શરુ કરનાર ફિરોઝશાહ મહેતાની એવી તો વ્યવસાયિક ધાક હતી કે ભારતીય ઉપરાંત બ્રિટીશ ધારાશાસ્ત્રીઓ પણ તેમનાથી ખોફ અનુભવતા હતા .
તેમના રાજકીય જીવનના પાસામાં ત્રણ વખત મુંબઈ નગર નિગમના પ્રમુખ ન,મુંબઈ વિધાન પરિષદના સભ્ય અને હિન્દી રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ )ના પ્રમુખ વગેરે હોદ્દાઓનો સમાવેશ થાય છે રાજકીય રીતે તેઓ
વિનિતવાદી વિચારધારા ધરાવતા હતા ૧૯૦૧માં અભ્યાસના માધ્યમ તરીકે ગુજરાતી અને મરાઠીનો સ્વીકાર ,સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપનામાં સહયોગ "બોમ્બે ક્રોનિકલ " જેવા રાષ્ટ્રીવાદી સામયિકની શરૂઆત અને મુંબઈ નગરપાલિકા અધિનિયમના રૂપરેખાકાર તરીકે પણ ફિરોઝશાહ મહેતાનું સ્મરણ થાય છે.તેઓની સેવાઓનું મુંબઈ યુનિ.ના ઉપકુલપતિ અને ડોક્ટર ઓફ લો ની માનદ ઉપાધિ , નાઈટનો ઈલ્કાબ વગેરે દ્રારા સન્માન થયું હતું .
મુંબઈ સ્થાનીય શાસનના જનક ,જન્મજાત વક્તા અને પ્રારંભિક રાષ્ટ્રવાદી નેતા ફિરોઝશાહ મહેતાનું ૫ નવેમ્બર ૧૯૧૫નું અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૪ ઓગસ્ટ ૨૦૧૯,અમદાવાદ
Comments
Post a Comment