શંભુપ્રસાદ દેસાઈ


       બહુશ્રત વિદ્વાન : શંભુપ્રસાદ દેસાઈ
                  ( ૧૯૦૮ - ૨૦૦૦ )
          આજે તારીખ ૬ ઓગસ્ટના રોજ હિરોસીમા દિન અને બહુશ્રુત વિદ્વાન શંભુપ્રસાદ દેસાઈ ,,ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ કે.એમ. ચાંડી કવિ આલ્ફ્રેડ ટેનીસનનો જન્મદિવસ તથા  સુરેન્દ્રનાથ બેનરજી , છબીકાર સુલેમાન પટેલ અને અભિનેતાપ્રાણનો નિર્વાણ દિન છે .
            ચોરવાડમાં જન્મેલા અને સંપન્ન પારિવારિક વારસો ધરાવતા શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ જુનાગઢ ,અમદાવાદમાં ભણી બી.એ ,એલ.એલ.બી
થયા હતા .આઝાદી પહેલા દેશી રિયાસતોમાં વહીવટી અધિકારી તરીકે સેવાઓ બજાવી ૧૯૫૮મા અમરેલીના કલેકટર પદેથી નિવૃત થયા હતા .તે દરમિયાન ૧૯૪૭મા
સિંધમાંથી આવેલા ૨૦ હજાર જેટલા નિર્વાસિતોનું  કુશળતાપૂર્વક વ્યવસ્થાપન કર્યું હતું .
             કુશળ વહીવટકર્તા શંભુપ્રસાદે સૌરાષ્ટ્રનો ઈતિહાસ ,સૌરાષ્ટ્રના ઇતિહાસની વાર્તાઓ ( ૪ ભાગ ),પ્રભાસ અને સોમનાથ ,ઈતિહાસ
દર્શન ( ૫ ભાગ ),જુનાગઢ અને ગિરનાર ,શ્રીકૃષ્ણનું દ્રારકા ,સૌરાષ્ટ્રના નાગરો ,ગુજરાતની સલ્તનત સમેત  ઈતિહાસ વિષયક ગુજરાતીમાં ૨૪ અને અંગ્રેજીમાં ૨ ગ્રંથો લખ્યા છે .
           અંગ્રેજી ,ફારસી ,અરબી અને ઉર્દુ ભાષાઓ જાણતા શંભુપ્રસાદે  ગુજરાતી સાહિત્યમાં મદમર્દન ,હિઝ હાઈનેસ ,વહેમના વાદળ ,બહાદુરશાહ ,વરઘોડા ,પરવશ ,ફૂલફૂલ અને પાનખર ,અરદાસ ( ૨ ભાગ )જેવા નવલકથા
,નાટક ,કાવ્ય અને ભજનના પુસ્તકો પણ લખ્યા છે . 
           સૌરાષ્ટ્ર સંશોધન મંડળ અને સૌરાષ્ટ્ર - કચ્છ ઈતિહાસ પરિષદની સ્થાપના દ્રારા તેઓએ પ્રાદેશિક
ઈતિહાસ સંશોધનોમાં યોગદાન આપ્યું હતું .શંભુપ્રસાદ દેસાઈની વિદ્વતાનું ગુજરાત ઈતિહાસ પરિષદના પ્રમુખ ,ડોક્ટર ઓફ લેટર્સ વગેરે દ્રારા સન્માન
થયું હતું .
         સૌરાષ્ટ્રના ઈતિહાસ લેખનમાં ગણમાન્ય યોગદાન આપનાર તથા અનેક ઈતિહાસકારોના માર્ગદર્શક સમા શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈનું ૩ એપ્રિલ ૨૦૦૦ના રોજ ૯૨ વર્ષની પૌઢ વયે અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય :દિવ્ય ભાસ્કર, ૬ ઓગસ્ટ ૨૦૧૯ ,અમદાવાદ

Comments

  1. I want to talk to family members of dada shambhu prasad desai...

    C n PUROHIT
    talala gir

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ