હિતેન્દ્ર દેસાઈ


           હિતેન્દ્ર દેસાઈ ( ૧૯૧૫ - ૧૯૯૩ )
         આજે તારીખ ૯ ઓગસ્ટના રોજ હિન્દ છોડો આંદોલનનો પ્રારંભ ,ગ્રંથપાલ દિન , વિશ્વ આદિવાસી દિન  અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી
હિતેન્દ્ર દેસાઈ ,આધુનિક મરાઠી રંગભૂમિના પ્રણેતા વિષ્ણુદાસનો જન્મદિવસ અને ૪૨ના પહેલા શહીદ ઉમાકાંત કડિયા ,નટવર્ય અમૃત જાની અને ઇતિહાસકાર
હરિપ્રસાદ શાસ્ત્રીની પુણ્યતિથિ છે .
        સ્વાતંત્ર્ય સૈનિક કુટુંબનો વારસો ધરાવતા અને  સુરતમાં જન્મેલા હિતેન્દ્ર દેસાઈ વિદ્યાર્થીવસ્થામાં ચર્ચાસભાઓ ,રમત ગમતમાં ઉત્સાહથી ભાગ લેતા હતા .સુરત ,મુંબઈમાં ભણી વકીલ થયા હતા .
        ૧૯૩૦માં  દાંડીકુચ દરમિયાન અભ્યાસ પણ છોડ્યો હતો .હિતેન્દ્ર દેસાઈએ વ્યક્તિગત સત્યાગ્રહ અને ૧૯૪૨ના હિન્દ છોડો આંદોલનમાં ભાગ લઇ જેલવાસ ભોગવ્યો હતો .
          આઝાદી પછી તેઓ સુરત મ્યુ.કોર્પોરેશનના વાઈસ ચેરમેન બન્યા હતા .તેમની રાજકીય પ્રગતિનો ગ્રાફ વધતા ૧૯૫૭મા મુંબઈ ધારાસભાના સભ્યપદ સુધી અને ગુજરાતનું સ્વતંત્ર  રાજ્ય બન્યા પછી વિધાનસભાના સભ્ય અને મંત્રીપદ સુધી વિકસ્યો હતો .હિતેન્દ્ર દેસાઈ ૧૯૬૫ થી ૧૯૭૧ સુધી ગુજરાતના મુખ્યમંત્રી  રહ્યા હતા .
         તેમના શાસનકાળ દરમિયાન ગુજરાતમાં મોટાપાયા ઔધોગિકીકરણ ,નવી યુનિવર્સીટીઓની સ્થાપના ,મહાગુજરાતના શહીદોના શહીદ સ્મારકની રચના ,રાજધાની ગાંધીનગરનો પાયો અને ૧૯૬૯માં  અમદાવાદમાં થયેલા ભયંકર કોમી રમખાણો જેવી સારી નરસી  ઘટનાઓ બની હતી .
        ગાંધીવાદી સંસ્કારો ધરાવતા અને ગુજરાતના રાજકારણમાં કેટલાક નવા ચીલાઓ પાડનાર હિતેન્દ્રભાઈ દેસાઈનું ૧૨ સપ્ટેમ્બર ૧૯૯૩ના રોજ અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૯ ઓગસ્ટ ૨૦૧૯,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ