ચુનીભાઈ વૈદ્ય


ચુનીકાકા : ચુનીભાઈ વૈધ ( ૧૯૧૮ - ૨૦૧૪ )
        આજે તારીખ ૨ સપ્ટેમ્બરના રોજ ગાંધીવાદી કર્મશીલ ચુનીભાઈ વૈધ ,સ્વાતંત્ર્ય સૈનિક અને સશોધક ઇન્દ્રશંકર  રાવલનો જન્મદિવસ અને મરાઠીના નામાંકિત સાહિત્યકાર વિષ્ણુ સખારામ ખાંડેકરની પુણ્યતિથિ છે .
      પાટણ પાસે સંડેરમાં જન્મેલા ચુનીભાઈ વૈધે મેટ્રીકની પરીક્ષા નવસારીથી પાસ કરી સુરત વગેરે જગ્યાએ નોકરી અને વેપાર કર્યો હતો . ૧૯૩૦ની દાંડીકુચ દરમિયાન મહાત્મા ગાંધીથી પ્રભાવિત થયા હતા .
        સ્વતંત્રતા આંદોલન દરમિયાન ભુર્ગર્ભપ્રવુતિઓ દ્રારા ચુનીભાઈએ યોગદાન આપ્યું હતું .તેમની વિશેષ ઓળખ ગાંધીવાદી - સર્વોદય કાર્યકર તરીકે રહી છે .કોમી એકતા ,ખેડૂતના જમીનના હક્કો કે પાણીના પ્રશ્નો  હોય તે માટે ચીનુકાકા જીવનભર લડતા રહ્યા હતા .
            રચનાત્મક વલણ અને ચેકડેમોના નિર્માણ દ્રારા હજારો એકર જમીનને પાણી પહોંચાડ્યું હતું .ગુજરાતના જાહેરજીવનમાં ગુજરાત લોક સમિતિની રચના એ તેઓનું વિશેષ યોગદાન છે .૧૯૭૫મા ચીનુભાઈ વૈધે કટોકટીનો વિરોધ કરી અત્યંત વિકટ સંજોગોમાં " ભૂમિપુત્ર " સામયિકનું સંપાદન સંભાળ્યું હતું .
        તેઓના " સુરજ સામે ધૂળ : સાચું શું ? ખોટું શું ? પુસ્તકનો ભારતની ૧૨ ભાષાઓમાં અનુવાદ થયો છે .
         ચુનીભાઈ વૈધની કર્મશીલતાનું સાને ગુરુજી નિર્ભય પત્રકારિતા એવોર્ડ ( ૧૯૮૪ ) ,વિશ્વ ગુજરાતી પ્રતિભા એવોર્ડ (૨૦૦૧ ) ,ગ્રામ સેવા એવોર્ડ ( ૧૯૯૩ )અને જમનાલાલ બજાજ એવોર્ડ (૨૦૧૦ ) એમ અનેક રીતે સન્માન થયું છે .
           ગાંધી -સર્વોદયની અનેક સંસ્થાઓ સાથે જીવંત નાતો રાખનાર  અને જળ , જમીન અને જંગલના હક્કો માટે ઝઝૂમનાર  ચુનીભાઈ વૈધનું ૧૯ ડીસેમ્બર ૨૦૧૪ના રોજ અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૨ સપ્ટેમ્બર ૨૦૧૯ ,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ