ફિરોઝ ગાંધી


ફિરોઝ ગાંધી (૧૯૧૨ - ૧૯૬૦)
         આજે ૧૨ સપ્ટેમ્બર અને  ફિરોઝ ગાંધી અને બંગાળી નવલકથાકાર વિભૂતિ ભૂષણ બંદોપાધ્યાયનો જન્મદિવસ તથા અંબાલાલ સાકરલાલ, સંગીતકાર જયકીશન, પરીક્ષિતલાલ મજમુદાર અને સુબ્રમણ્યમ સી. ભારતીની પુણ્યતિથિ છે.
         ફિરોઝ ગાંધીનો જન્મ મુંબઇમાં પારસી પરિવારમાં સૌથી નાના સંતાન તરીકે થયો હતો.પિતાના અવસાન પછી ૧૯૨૦ માં અલ્હાબાદમાં સ્થાયી થયા હતા. દેશના આઝાદીનાં જંગમાં ફિરોઝ ગાંધીએ વાનર સેનાના (કિશોર સ્વતંત્રતા સૈનિક ) તરીકે જોડાયાં હતાં. ૧૯૩૦ માં સવિનય કાનૂનભંગ આંદોલન દરમિયાન અભ્યાસ છોડી તેમાં જોડાયા હતાં.પિકેટીગ અને બીજી પ્રવુતિઓ દ્વારા  જેલવાસ પણ ભોગવ્યો હતો.
          ફિરોઝ ગાંધી ઉત્તર પ્રદેશમાં કિસાન આંદોલન સાથે પણ ગાઢ રીતે જોડાયેલા હતા. સ્વતંત્રતા આદોલનના ગાળામાં તેઓએ નેશનલ હેરાલ્ડ અને નવજીવન જેવાં સામયિકો દ્વારા પત્રકારત્વ પણ ખેડ્યું હતું.
         ઇન્દિરા ગાંધી સાથે તેમના પ્રણય સંબંધો અને લગ્ન વિવાદનો વિષય બન્યો હતો. ખુદ પિતા નહેરુ પણ આ સંબંધો માટે રાજી ન હતાં. આખરે મહાત્મા ગાંધીજીની દરમિયાનગીરીથી  માર્ચ ૧૯૪૨ માં બંનેના લગ્ન થયાં હતાં. ૧૯૪૨ માં આ દંપતી હિંદ છોડો આંદોલનમાં જેલમાં પણ ગયાં હતાં.
          આઝાદી પછી ફિરોઝ ગાંધી પ્રોવિન્સિયલ પાર્લામેન્ટ અને ૧૯૫૨ માં રાયબરેલીથી સાંસદ બન્યાં હતાં. નહેરુ સરકાર સાથે પણ તેમણે ટીકાત્મક અભિગમ દાખવ્યો હતો.
        ૮ સપ્ટેમ્બર ૧૯૬૦ ના રોજ  ૪૭ વર્ષની વયે હદયરોગના હુમલાથી ફિરોઝ ગાંધીનું અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય :દિવ્ય ભાસ્કર,૧૨ સપ્ટેમ્બર ૨૦૧૯,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ