અમલ કુમાર ચૌધરી


એ.કે. આર : અમલ કુમાર રાયચૌધરી (૧૯૨૪..૨૦૦૫)
         આજે તારીખ ૧૪ સપ્ટેમ્બર અને ભારતીય વિજ્ઞાનનાં ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર અમલકુમાર રાય ચૌધરી ,મહાન ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બેન્ટિક અને તાજેતરમાં જેમનું અવસાન થયું તે દિગગજ વકીલ રામ જેઠમલાણીનો જન્મદિવસ છે.
         અમલકુમાર. ચૌધરી તેમનાં વિજ્ઞાનજગતમાં એ. કે. આર તરીકે જાણીતા  હતાં. તેમનો જન્મ બરિસાલ ,કોલકતામાં વૈદ્ય પરિવારમાં અને શિક્ષણ બરિસાલ અને કોલકાતામાં લીધું હતું. પિતા પણ ગણિત શિક્ષક હોવાથી અમલકુમારની શોધવૃતિને ઈંધણ મળ્યું હતું. તેમણે ૧૯૪૨માં બી. એસ. સી અને ૧૯૪૪માં એમ.એસ. સી થયાં હતાં.
           કોલકાતાની પ્રેસીડેન્સી કોલેજથી તેમની સંશોધક તરીકેની તેજસ્વી કારકિર્દીનો પાયો નંખાયો હતો.૧૯૫૨માં અમલકૂમાર ચૌધરીએ ઇન્ડીયન એસોસિયેશન ઓફ કલ્ટિવેશન ઑફ સાયન્સ સંસ્થામાં રિસર્ચ સ્કોલર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. ૧૯૫૯ માં  પીએચ. ડી થયાં અને ૧૯૭૦ સુધીમાં  આખા ભારતમાં તેઓ ભૌતિકવિજ્ઞાની તરીકે જાણીતા બન્યાં હતાં . 
            ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રે the raychaudhri equation governing the dynamics  of the universe ... રાયચૌધરી સમીકરણ તેમનું મહત્વપૂર્ણ યોગદાન છે. અમલ કુમાર રાય ચૌધરીએ ભૌતિક વિજ્ઞાનના અનેક નવાં સંશોધન ક્ષેત્રો પણ ખુલ્લાં કર્યાં હતાં.
            સૈદ્ધાંતિક બહ્માંડ વિદ્યાના સંશોધક અને ભારતમાં સાપેક્ષવાદના પ્રણેતા અમલકુમાર ચૌધરીનું ૧૮ જૂન ૨૦૦૫નાં રોજ અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૧૪ સપ્ટેમ્બર      ૨૦૧૯,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ