એમ.એફ .હુસૈન
૧૭ સપ્ટેમ્બર
ભારતના પિકાસો :એમ.એફ.હુસૈન (૧૯૧૫-૨૦૧૧)
આજે તારીખ ૧૭ સપ્ટેમ્બર અને સર ફ્રાન્સીસ ચીચેસ્ટ ,એમ.એફ હુસૈન ,ગીતા પ્રેસ ગોરખપુરના સુત્રધાર હનુમાનપ્રસાદ પોદાર ,બાપાલાલ વૈધનો જન્મદિવસ છે .
મકબુલ ફિદા હુસૈન ,એમ.એફ.હુસૈનનો જન્મ મહારાષ્ટ્રના પંઢરપુરમાં સુલેમાની વહોરા કુટુંબમાં થયો હતો . હુસૈને શિક્ષણ ઇન્દોર અને મુંબઈમાં લીધું હતું . મુંબઈમાં સ્થાયી થઇ ફિલ્મોના હોડીંગ્સ બનાવવાથી પોતાની ચિત્રકાર તરીકેની કારકિર્દી શરુ કરી હતી .
મકબુલ ફિદા હુસૈન તેમના જમાનાની બંગાલી સ્કુલ ઓફ આર્ટસ અને રાષ્ટ્રવાદી સ્કુલથી જુદું કરવા માંગતા હતા .મુંબઈમાં પ્રોગેસીવ આર્ટીસ્ટ ગ્રુપ ઓફ બોમ્બેના સ્થાપક સભ્ય હતા .૧૯૪૦ પછી હુસૈનને ચિત્રકાર તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળવી શરુ થઇ હતી .અનેક દેશોમાં તેમની કલાકૃતિઓના પ્રદર્શનો યોજાયા હતા .
હુસૈન તેમના ચિત્રોને કારણે વિવાદોના કેદ્રમાં રહ્યા હતા . ૨૦૦૬ થી ભારત બહાર રહેતા હતા .તેમના પર ૧૦૦ કરતા વધુ કોર્ટ કેસો થયા હતા .થ્રુ દિ આઈઝ ઓફ પેઈન્ટર ,ગજગામિની અને એ ટેલ ઓફ દિ સિટિઝ જેવી ફિલ્મો બનાવી હતી .માધુરી દીક્ષિતની હમ આપકે હૈ કૌન ફિલ્મ હુસૈને ૬૭ વખત જોઈ હતી .
મકબુલ ફિદા હુસૈનની ચિત્રકારીનું પદ્મશ્રી ,પદ્મભૂષણ ,પદ્મવિભૂષણ અને રાજા રવિવર્મામાં પુરસ્કાર વગેરેથી સન્માનિત થઇ હતી . જુનિયર ચિત્રકારોને પોતાના ચિત્રો આપવા માટે જાણીતા મકબુલ ફિદા હુસૈનનું ૯ જુન ૨૦૧૧ ના રોજ ૯૫ વર્ષની વયે લંડનમાં અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૧૭ સપ્ટે. ૨૦૧૯,અમદાવાદ
Comments
Post a Comment