મદનલાલ ઢીંગરા

  
     ક્રાંતિવીર : મદનલાલ ઢીંગરા (૧૮૮૩ - ૧૯૦૯)
          ભારતીય આઝાદીના જંગની ક્રાંતિકારી વિચારધારાના સીમાસ્તંભ સમા મદનલાલ ઢીંગરાનો આજે જન્મદિન છે .
        પંજાબના અમૃતસરમાં જન્મેલા મદનલાલનું નામ અભ્યાસકાળ દરમિયાન લાહોર કોલેજમાં ક્રાંતિકારી પ્રવુતિઓ માટે પોલીસના ચોપડે દર્જ થયું તરતજ બ્રિટીશ ભક્ત ડોક્ટર પિતાએ ઘરેથી કાઢી મુક્યા હતા.૧૯૦૬માં આઈ.સી.એસ થવા ઇંગ્લેન્ડ ગયા પૈસાના અભાવે સ્ટીમરમાં મજુરી કરી પૈસા ભેગા કરતા હતા .ઇંગ્લેન્ડ ગયા અભ્યાસને વાસ્તે પણ  ક્રાંતિકારી પ્રવુતિઓ તરફ ઝુક્યા.
         શ્યામજી કૃષ્ણ વર્મા અને વી.ડી.સાવરકરના પ્રભાવમાં અભિનવ ભારત સંસ્થાના સભ્ય બન્યા .ઢીંગરાનું ક્રાંતિકારી કામ લંડનની ઇન્ડિયા ઓફીસના મુખ્ય સલાહકાર અને ભારત સચિવના રાજકીય સલાહકાર કર્ઝન વાયલીની હત્યાના કિસ્સામાં છે .૧ જુલાઈ ૧૯૦૯નાં રોજ વાયલીના મોઢાના ભાગ પર ૪ ગોળીઓ ધરબી તેની હત્યા કરી નાંખી .પોતે પણ ગોળી છોડી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન થયા અને પકડાઈ ગયા.વાયલીની હત્યાથી આખા બ્રિટનમાં હાહાકાર મચી ગયો .
            અહી દેશમાં પિતાએ પણ ઢીંગરા સાથેનો નાતો તોડી નાંખ્યો .વાયલી કેસની કોર્ટ કાર્યવાહી વખતે મદનલાલે પોતાના બચાવમાં વકીલ રાખ્યો ન હતો ,કોર્ટમાં તેઓએ કહ્યું હતું કે અંગ્રેજોને અમારા દેશ પર રાજ કરવાનો કોઈ અધિકાર નથી ,દેશભક્તિથી પ્રેરાઈ મેં આ હત્યા કરી છે .
           ૧૭ ઓગસ્ટ ૧૯૦૯ના રોજ મદનલાલ ઢીંગરાને ફાંસી આપવામાં આવી હતી , મૃત્યુ પહેલા પોતાની અંતિમ ક્રિયા હિંદુ વિધિ પ્રમાણે ઈચ્છા વ્યકત કરી હતી? આવા  મહાન ક્રાંતિકારીની સ્મૃતિમાં અજમેરમાં સ્મારક બનાવવામાં આવ્યું છે .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૧૮ સપ્ટેમ્બર ૨૦૧૯,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ