ડૉ. રાધાકૃષ્ણન
દાર્શનિક રાષ્ટ્રપતિ :
ડો .રાધાકૃષ્ણનન ( ૧૮૮૮ - ૧૯૭૫ )
આજે ૫ સપ્ટેમ્બર ,શિક્ષકદિવસ અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનનનો જન્મદિવસ અને સમાજશાસ્ત્રી ઓગસ્ટ કોમ્તે,મધર ટેરેસા અને રતુભાઈ અદાણીની પુણ્યતિથિ છે .
શિક્ષક અને કર્મકાંડી પિતાના આ પુત્રએ શિક્ષણ ગામ તીરુતાની ,વેલ્લોર અને મદ્રાસથી લીધું હતું . ૧૯૦૮માં પ્રેસિડેન્સી કોલેજ કોલકાતામાં તત્વજ્ઞાનના સહાયક અધ્યાપક બન્યા હતા .વિદ્યાર્થીપ્રિય રાધાકૃષ્ણન કોલકતા યુનિ .માં ફિલોસોફીના પ્રોફેસર અને ૧૯૨૬મા આંધ્ર યુનિ .ના પહેલા કુલપતિ પણ રહ્યા હતા .તેઓ બનારસ હિંદુ યુનિ .ના કુલપતિપદે પણ નિમાયા હતા .
તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા રાધાકૃષ્ણન ૧૯૩૮મા મહાત્મા ગાંધીને મળી આઝાદીના સંગ્રામમાં જોડાયા હતા .૧૯૪૨ના આન્દોલનમાં ભાગ લઇ જેલવાસ પણ ભોગવ્યો હતો .આ પૃષ્ઠભૂમિ પર આઝાદી પછી રશિયાના રાજદૂત ,ભારતના ઉપરાષ્ટ્રપતિ ,રાષ્ટ્રપતિ બન્યા .ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રુએ રાજ્યસભાના અધ્યક્ષ પણ હોય છે તેમના અધ્યક્ષકાલ દરમિયાન તેમના નૈતિકતાના પાઠ સામે રાજનીતિ દબાઈ જતી .
ડોકટર રાધાકૃષ્ણનને " the indian philosophy "જેવા અનેક મૌલિક અને સંપાદિત
પુસ્તકો આપ્યા છે . ગહન-ગંભીર વિષયને સરળ અને બોધગમ્ય રીતે લખવી અને સમજાવવી એ તેઓની ખૂબી હતી .
" હું પહેલા શિક્ષક છું અને પછી રાષ્ટ્રપતિ " તેમ કહેનાર ,ભારતના સાંસ્કૃતિક દૂત ,દાર્શનિક અને મહાન રાજનીતિજ્ઞ ડોક્ટર રાધાકૃષ્ણનનું ૧૭ એપ્રિલ ૧૯૭૫ના રોજ અવસાન થયું હતું .ભારત સરકારે ૧૯૫૪મા
તેમનું ભારતરત્નથી સન્માન કર્યું હતું.
Comments
Post a Comment