મહાત્મા ગાંધી


      સાર્ધશતાબ્દી : મહાત્મા ગાંધી ( ૧૮૬૯ - ૧૯૪૮ )
          મોહનદાસ કરમચંદ ગાંધી તરીકે આજના દિવસે જન્મેલા અને " મહાત્મા , " તરીકે ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ વીરગતિ પામેલા  ગાંધીજીના જન્મને આ વર્ષે સાર્ધશતાબ્દી એટલે કે ૧૫૦ વર્ષ થાય છે .
         મહાકાવ્ય જેવું જીવન જીવી ગયેલા અનજ્ઞાન -વિજ્ઞાનના પ્રત્યેક ક્ષેત્રે જેઓની પ્રસ્તુતતા ચકાસવામાં આવે તેવા મહાત્મા ગાંધીના જીવનનું આદિવાસી પરિમાણ ટુંકાણમાં જોઈએ .
         બારડોલીમાં ૧૯૨૨ના વર્ષે  અંગ્રેજો સામે નાકર આંદોલન કરવા જઇ  રહેલા મહાત્માજીને ખબર પડી કે સ્થાનિક જનતામાં તો આદિવાસીઓની ગણતરી જ થતી નથી ત્યારે મોટા આંદોલનને મોકૂફ રાખી સ્વરાજ્ય તો ખરું જ પણ આઝાદી પછી સુરાજ્ય પણ  ઉભું થાય તે માટે કમર કસી .અનેકની સંખ્યામાં આશ્રમો ,શાળાઓ ,ખાદી -ગ્રામોદ્યોગ ,નવી તાલીમની  સંસ્થાઓ ઉભી કરી ગુજરાતના આદિવાસી સમાજને રાષ્ટ્રના સ્વતંત્રતા સંગ્રામ અને મુખ્ય ધારામાં પ્રવેશ માટે તૈયાર કર્યો .
            ગાંધીવિચારને આદિવાસીઓનો પ્રતિસાદ પણ અભૂતપૂર્વ રહ્યો .સેંકડોની સંખ્યામાં આદિવાસીઓ સ્વતંત્રતા સૈનિકો અને રચનાત્મક કાર્યકરો થયા , દક્ષિણ ગુજરાતના માત્ર વેડછી ગામમાંથી ૩૫ થી વધુ આદિવાસી આઝાદીના લડવૈયા પાક્યા હતા
.જેમાંના કેટલાકને તો " લઘુ ગાંધી " તરીકે બિરદાવવા પડે તેવું ગાંધીવાદ પ્રત્યે તેઓનું સમર્પણ હતું .
               વિચારસરણીઓના વાવાઝોડાઓ વચ્ચે ગાંધીમાર્ગનું મમત્વ અને સમર્પણ ગુજરાતના આદિવાસીઓએ ટકાવી રાખ્યું છે .આના કરતા મોટી શ્રદ્ધાંજલિ સાર્ધશતાબ્દીએ કઈ હોઈ શકે ?
અરુણ વાઘેલા

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ