ભૃગુરાય અંજારીયા


                      દુરાધ્ય વિવેચક :
         ભૃગુરાય અંજારિયા ( ૧૯૧૩ - ૧૯૮૦ )
             આજે તારીખ ૬ ઓક્ટોબર અને ગુજરાતી સાહિત્યના નીવડેલા સંશોધક અને વિવેચક ભૃગુરાય દુર્લભજી અંજારિયા ,માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફીન્સ્ટન્ટ ,હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભજનલાલ અને અભિનેતા વિનોદ ખન્નાનો જન્મદિવસ છે.
           ગાંધીયુગીન ગુજરાતી વિવેચનના ઓછા જાણીતા સંશોધક ભુગુરાયનો જન્મ રાજકોટમાં થયો હતો પણ પિતા જામનગરમાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતા હોવાથી પ્રાથમિક શિક્ષણ ત્યાં લીધું હતું ,ભ્રુગુરાયે મેટ્રીકની પરીક્ષા રાજકોટથી પસાર કરી હતી .૧૯૩૫માં ભાવનગરની શામળદાસ કોલેજમાંથી ગુજરાતી અને અંગ્રેજી વિષયો સાથે સ્નાતકની પદવી હાંસલ કરી હતી ,એજ વિષયો સાથે અનુસ્નાતક અભ્યાસ માટે  મુંબઈ યુનિ.માં જોડાયા હતા પણ અધુરો છોડવો પડ્યો હતો આરોહ-અવરોહવાળા જીવનમાં સતત સ્થળાંતરો કરતા રહ્યા .વચ્ચે જેતપુરમાં રાષ્ટ્રસેવાના કાર્યમાં પણ પરોવાયા હતા .
            મુંબઈ નિવાસ દરમિયાન ચિલ્ડ્રન એકેડેમી અને ફાર્બસ ગુજરાતી સભા સાથે સંકળાયા હતા .ફાર્બસ ગુજરાતી સભાના મંત્રી અને "ત્રૈમાસિકના સંપાદક તરીકે સ્તુત્ય કામગીરી અદા કરી હતી .અંજારિયા ૧૯૭૭માં મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી અંગ્રેજીના અધ્યાપક તરીકેથી નિવૃત થયા હતા .
           ભૃગુરાય અંજારિયાએ જીવનભર સાહિત્ય પદાર્થનું સેવન કરતા સ્વાધ્યાય-સંશોધનો કર્યા પણ પોતાની હયાતીમાં પુસ્તક પ્રગટ કર્યું ન હતું .૭ જુલાઈ ૧૯૮૦ના રોજ તેમનું અવસાન થયું તે પછી " કાન્ત વિષે " , "કલાન્ત કવિ અને બીજા વિષે " , "રેષા એ રેષા એ ભરી જ્ઞાનઝંખા " જેવા તેમના મરણોત્તર પ્રકાશનો થયા  છે.
            આપણી ભાષાના મહાન કવિ કાન્ત વિષે ગહન અધ્યયન અને સશોધન કરી પ્રમાણભૂત અને માર્મિક  વિગતો આપનારા  વિવેચકોમાં ભૃગુરાય અંજારિયા
અગ્રણી વિવેચક-સંશોધક છે .
અરુણ વાઘેલા
સૌજન્ય :દિવ્ય ભાસ્કર,૬ ઓકટોબર ૨૦૧૯,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ