વિજય મર્ચન્ટ


   

ક્રિકેટર વિજય મર્ચન્ટ ( ૧૯૧૧ - ૧૯૮૭ )
           ભારતીય ક્રિકેટના શ્રેષ્ઠ ક્રિકેટરો પૈકીના એક શ્રી વિજય મર્ચન્ટનો આજે જન્મદિવસ છે .વિજય મર્ચન્ટનું મુળનામ વિજયસિંહ માધવજી મર્ચન્ટ અને
મુંબઈમાં વ્યાપારી અને અત્યંત શ્રીમંત પરિવારમાં તેમનો જન્મ થયો હતો .
          જમણેરી બેટ્સમેન અને બોલર વિજય મર્ચન્ટે ભારતીય ક્રિકેટ ટીમમાં ૧૯૩૩-૩૪ના વર્ષ થી ઇંગ્લેન્ડ વિરુદ્દ  રમવાનું શરુ કર્યું હતું .મર્ચન્ટે ૧૯૩૬મા ઇંગ્લેન્ડ પ્રવાસમાં પોતાનું અસલ હીર ઝળકાવ્યું હતું ,આ શ્રેણીમાં તેમણે ૫૫ની સરેરાશ સાથે ૧૭૪૫ રન કર્યા હતા . ૧૯૩૩ થી ૧૯૫૨ સુધીમાં ૧૦ ટેસ્ટમાં ૩ સદી ,શ્રેષ્ઠ ૧૫૪ અને ૪૭નિ સરેરાશ સાથે ૮૫૯ રન કર્યા હતા . વિજય મર્ચન્ટ ૧૯૪૬મા શ્રેષ્ઠ ક્રિકેટર તરીકે વિઝડનમાં સ્થાન પામ્યા હતા .
          પ્રથમ કક્ષાના ક્રિકેટમાં તેઓએ ૧૦ હજારથી વધુ રન ખડક્યા હતા .સારા ક્રિકેટર ઉપરાંત મર્ચન્ટ કુશળ વહીવટકર્તા અને ક્રિકેટના વિવેચક અને કોમેન્ટેટર પણ હતા . વિજય મર્ચન્ટનો અવાજ એટલો તો  સચોટ અને વર્ણનશક્તિ એટલી તો ચિત્રાત્મક હતી કે શ્રોતાની નજર સમક્ષ મેદાનનું દ્રશ્ય ખડું થઇ જતું .તેમનો "ક્રિકેટ વિથ વિજય મર્ચન્ટ" કાર્યક્રમ  ઘણો લોકપ્રિય થયો હતો .
          મોટી ઉમરે લગ્ન કરનાર વિજય મર્ચન્ટે કદી ફિલ્મ જોઈ ન હતી .ક્રિકેટર અમરસિંહ સાથેની દોસ્તીની યાદગીરીરૂપે વિજય મર્ચન્ટે પોતાના પુત્રનું નામ અમર રાખ્યું હતું .
           ભારતીય ક્રિકેટ જગતના અગ્રીમ પંક્તિના આ ક્રિકેટરનું ૨૭ ઓક્ટોબર ૧૯૮૭ના રોજ અવસાન થયું હતું ,તેમની સ્મૃતિમાં અન્ડર -૧૬ વિજય મર્ચન્ટ ટ્રોફી રમાય છે .
અરુણ વાઘેલા
    સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૧૨ ઓકટોબર ૨૦૧૯ ,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ