ભુલાભાઈ દેસાઈ
૧૩ ઓક્ટોબર
ભુલાભાઈ દેસાઈ ( ૧૮૭૭ -૧૯૪૬ )
આજે તારીખ ૧૩ ઓક્ટોબર અને આઝાદીના લડવૈયા ,કુશળ બેરિસ્ટર તથા દાદામુનિ તરીકે પંકાયેલા કુમુદ્લાલ ગાંગુલી ઉર્ફે અશોકકુમારનો જન્મદિવસ છે.
ભુલાભાઈ દેસાઈનો જન્મ વલસાડના ભદેલી ખાતે થયો હતો ,ભુલાભાઈ પહેલા માતા-પિતાના બધા સંતાનો મૃત્યુ પામ્યા હોવાથી દાદીએ આ બાળક આગળના તમામ બાળકોના મૃત્યુને ભુલાવી દેશે તેમ માની તેનું નામ ભૂલો રાખ્યું હતું . વકીલ પિતાના આ પુત્રએ શિક્ષણ વલસાડ અને મુંબઈ અને અમદાવાદથી લીધું હતું . મુંબઈની એલ્ફીન્સન્ટ કોલેજથી ઈતિહાસ અને ન્યાયશાસ્ત્ર સાથે ૧૮૯૭મા સ્નાતક થયા હતા .૧૮૯૯મા ગુજરાત કોલેજ અમદાવાદથી અનુસ્નાતક થઇ કોલેજમાં ઇતિહાસના
અધ્યાપક તરીકે જોડાયા હતા . તે પછી એલ.એલ.બી થઇ વકીલાત શરુ કરી .રાષ્ટ્રના સ્વતંત્રતા સંગ્રામમાં ભુલાભાઈ હોમરુલ આંદોલનથી સક્રિય થયેલા
ભુલાભાઈએ બારડોલી સત્યાગ્રહમાં સરદાર પટેલના સુચનથી કિસાનોની કહાણી રજુ કરી અને ભારતના રાજકીય વર્તુળોમાં જાણીતા બન્યા હતા .૧૯૩૨મા સવિનય કાનુનભંગ નિમિત્તે તેઓ ૨ વર્ષ જેલમાં રહ્યા હતા . ૧૯૪૦મા પણ તેમની ધરપકડ થઇ હતી ૧૯૩૪મા ભુલાભાઈ વડી ધારાસભામાં ચૂંટાયા હતા . ભુલાભાઈ દેસાઈનું પૂણ્ય સ્મરણ આઝાદ હિંદ ફોઝ્ના નેતાઓ અને સૈનિકોનો કેસ લડનાર વકીલ તરીકે પણ થાય છે . ૬ મેં ૧૯૪૬ના રોજ તેમનું અવસાન થયું હતું ,ભુલાભાઈ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહ્યા હતા .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર, ૧૩ ઓક્ટોબર ૨૦૧૯ ,અમદાવાદ
Comments
Post a Comment