શેખાદમ આબુવાલા
ગ્રેટાદમ : શેખાદમ આબુવાલા (૧૯૨૯ - ૧૯૮૫ )
આજે તારીખ ૧૫ ઓક્ટોબર અને મુઘલ બાદશાહ જલાલુદીન અકબર ,કેળવણીકાર - સાહિત્યકાર મનુભાઈ પંચોળી (દર્શક ) ,મિસાઈલ મેન ડોક્ટર અબ્દુલ કલામ ,૧૯મા સૈકાના પ્રભાવશાળી ચિંતક ફેડરિક નિત્સે , અંગ્રેજ - અમેરિકન સાહિત્યકાર પી.જી.વુડહાઉસ અને ગઝલકાર શેખાદમ આબુવાલાનો જન્મદિવસ અને સાઈબાબા ,સાહિત્યકાર નિરાલાની પુણ્યતિથિ છે.
અમદાવાદમાં જન્મેલા શેખાદમ આબુવાલાનું આખુંનામ શેખ આદમ મુલ્લા શુજાઉદિન અને ગુજરાતી વિષય સાથે અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો હતો .શેખાદમે ૧૯૫૬ થી ૧૯૭૪ દરમિયાન જર્મનીમાં " વોઈસ ઓફ જર્મની "માં હિન્દુસ્તાન રેડિયો વિભાગમાં હિન્દી - ઉર્દુ સર્વિસનું સંચાલન કર્યું હતું .
શેખાદમ આબુવાલા ચાંદની ,અજંપો ,હવાની હવેલી ,સોનેરી લટ ,ખુરશી ,તાજમહાલ ,તમન્નાના તમાશા , તું એક ગુલાબી સપનું છે ,રેશમી ઉજાગરા અને હું ભટકતો શાયર છું જેવા ૩૦ થી વધુ પુસ્તકો લખ્યા છે .તેમના કાવ્યો ભાવ સંવેદનો ,સોંદર્યનો કેફ અને પ્રણયની ગુલાબી મસ્તીથી ભરપુર છે .તેમના સામાજિક અને રાજકીય કટાક્ષો કરતા ખુરશી કાવ્યો ઘણા જાણીતા બન્યા હતા .
પત્રકારત્વ ,કવિતા -ગઝલ અને નવલકથા જેવા ક્ષેત્રોમાં માતબર યોગદાન આપનાર , અને સેંકડો મિત્રો ધરાવનાર શેખાદમ આબુવાલાનું ૨૦ મેં ૧૯૮૫ના રોજ અવસાન થયું હતું .આજના સમયે પ્રાસંગિક
શેખાદમનો કાવ્યમિજાજ જુઓ :
" ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો ,
અતિ વરસાદ કઈ ખેડૂતને પ્યારો નથી હોતો "
અને
" ગાંધી તને ખબર છે તારું થયું છે શું ?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો "
અરુણ વાઘેલા
Comments
Post a Comment