ગોવર્ધનરામ ત્રિપાઠી


સમન્વયવાદ : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
                   ( ૧૮૫૫ - ૧૯૦૭ )
          આજે તારીખ ૨૦ ઓક્ટોબરના રોજ સરસ્વતીકાર તરીકે પંકાયેલા ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી , સ્વતંત્રતા સૈનિક કમળાશંકર પંડ્યા ,સાહિત્યકાર જયંત પાઠક  અને  મહમદઅલી ઝીન્હાનો જન્મદિવસ છે .
            નડિયાદમાં જન્મેલા ગોવર્ધનરામે નડિયાદ અને મુંબઈમાં શિક્ષણ લીધું હતું .બી.એ ,એલ.એલ.બી થઇ વકીલાત કરવી પણ નોકરી કરવી નહીનો નિર્ધાર કર્યો .જીવનના ચાલીસમાં વર્ષે  વ્યવસાયમાંથી રુખસદ લઇ શેષજીવન સાહિત્યને સમાજસેવામાં સમર્પિત કર્યું .
           ગોવર્ધનરામ કોલેજકાળથી જ કાવ્યો અને લેખો લખતા હતા .પરિણામે મનોદુત ,હદયરુદીતશતક
,મનન નોંધો ( સ્ક્રેપ બુક્સ - ૩ ભાગ ,મરણોત્તર ),સ્નેહ મુદ્રા ,સ્વ.સાક્ષર નવલરામ લક્ષ્મીરામનું જીવનચરિત્ર ,માધવરામ સ્મારિકા , ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ ધેયર ઇન્ફ્લુંસ ઓન દિ સોસાયટી ,લીલાવતી જીવનકલા ,સરસ્વતીચંદ્ર ( ૪ ભાગ )દયારામનો અક્ષરદેહ ( મરણોત્તર ) જેવા લેખો ,કવિતાઓ અને નવલકથાના પુસ્તકો લખાયા .
         ગો.મા .ત્રિ ના ટૂંકા નામે પ્રસિદ્ધ થયેલા ગોવર્ધનરામનું સદૈવ સ્મરણ તેમની કીર્તિદા નવલકથા સરસ્વતીચંદ્ર માટે થાય છે . અંદાજે ૧૮૦૦ પૃષ્ઠોમાં વિસ્તરેલી પ્રસ્તુત નવલકથા ગુજરાતી સાહિત્યમાં પુરાણ ,પંડિતયુગનું મહાકાવ્ય ,મહાનવલ અને ૧૯મા સૈકાના ગુજરાતની સંસ્કૃતિકથા એમ વિશેષણો ઓછા પડે તેટલી હદે પોન્ખાઈ છે .સરસ્વતીચંદ્ર નવલકથા પરથી ચલચિત્રો અને ટેલીવિઝન શ્રેણીઓ પણ બની છે .
           ૧૯મા સૈકાના ઉતરાર્ધમાં ગુજરાત  પાશ્રાત્ય અને પૌર્વાત્ય એવા વૈચારિક માહોલમાં ઝોલા ખાતું હતું ત્યારે ઘણા સંશોધકો સરસ્વતીચંદ્રને સમન્વયવાદી કૃતિ તરીકે મુલવે છે .
           ગુજરાતી સાહિત્ય પરિષદના  પહેલા પ્રમુખ અને જેમની સ્મૃતિમાં ટપાલ ટીકીટ બહાર પડી છે  ,અનેક અનેક માન - સન્માનો પામેલા ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનું ૪ જાન્યુઆરી ૧૯૦૭ના રોજ નડિયાદમાં  અવસાન
થયું હતું .
અરુણ વાઘેલા

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ