નરહરિ પરીખ


                   ગાંધીવાદી અર્થશાસ્ત્રી :
            નરહરી પરીખ ( ૧૮૯૧ - ૧૯૫૭ )
    આજે તારીખ ૭ ઓક્ટોબરના રોજ  ચરિત્રકાર સંપાદક ,અનુવાદક અને સત્યાગ્રહી નરહરી પરીખ ,સમાજસેવક કરમશી મકવાણા અને મલ્લિકા-એ - તરન્નુમ બેગમ અખ્તરનો જન્મદિવસ છે .
      નરહરિ પરીખ મૂળ ખેડા જીલ્લાના કઠલાલના પણ જન્મ અમદાવાદમાં થયો હતો . નરહરી પરીખે ૧૯૦૬મા મેટ્રિક અને ૧૯૧૧મા ઈતિહાસ અને અર્થશાસ્ત્ર જેવા વિષયો સ્નાતકની પરીક્ષા પાસ કરી હતી .૧૯૧૩મા એલ.એલ.બી થઇ મહાદેવભાઈ દેસાઈ સાથે વકીલાત માટે જોડાયા હતા . ૧૯૧૭મા ગાંધી પ્રભાવમાં સત્યાગ્રહ આશ્રમ સાથે સંકળાયા અને પાછળથી હરીજન આશ્રમના વ્યાવસ્થાપક પણ  બન્યા હતા . સત્યાગ્રહઆશ્રમની રાષ્ટ્રીય શાળામાં પણ તેમણે
સેવાઓ આપી હતી .
       નરહરી પરીખે ખેડા અને બારડોલી સત્યાગ્રહોમાં ભાગ લઇ સત્યાગ્રહી તરીકેનું ઉત્તમ કતૃત્વ પણ નિભાવ્યું હતું .સત્યાગ્રહી ,સ્વતંત્રતા સૈનિકની સાથે ગુજરાતીના સાહિત્ય અને સશોધનના ક્ષેત્રે પણ નરહરી પરીખનું માતબર યોગદાન રહ્યું છે .  મહાદેવભાઈનું પુર્વચરિત
,અંબાલાલભાઇ , બારડોલીના ખેડૂતો ,સરદાર પટેલ (૨ ભાગમાં ) ,શ્રેયાર્થીની સાધના ,સામ્યવાદ અને સર્વોદય ,યંત્રની મર્યાદા , વર્ધા કેળવણીના પ્રયોગો
,માનવ અર્થશાસ્ત્ર નરહરી પરીખના મૌલિક પ્રદાનો છે . માનવ અર્થશાસ્ત્ર નરહરીભાઈનું યશસ્વી કાર્ય છે . તેમના ગ્રંથોમાં ગાંધી ચીંધ્યો માનવતાવાદ અને જીવન પ્રત્યેનો સાધક દ્રષ્ટિકોણ નિતાંત પ્રગટ થાય છે .
          સંપાદક તરીકે નરહરી પરીખે નામદાર ગોખલેના ભાષણો , અંબાલાલ સાકરલાલના ભાષણો ,સરદાર પટેલના ભાષણો ,ગાંધીજીનું ગીતા શિક્ષણ વગેરે પુસ્તકો આપ્યા છે . નરહરી પરીખે ચિત્રાગંદા ,વિદાય અભિશાપ અને ત્યારે શું કરીશું ? જેવા ગુજરાતી અનુવાદો પણ કર્યા  છે .
         સ્વતંત્રતા સૈનિક અને લેખક-ચિંતક નરહરી પરીખનું ૧૯૫૭મા બારડોલીમાં અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૭ ઓકટોબર ૨૦૧૯ ,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ