બબલભાઇ મહેતા
સફાઈમાં ખુદાઈ : બબલભાઈ મહેતા ( ૧૯૧૦ -૧૯૮૧ )
જન્મતારીખ તો જુઓ ૧૦ તારીખ ,૧૦મો મહિનો અને ૧૯૧૦નુ વર્ષ ,આજે મહાન ગાંધીવાદી કર્મશીલ બબલભાઈ મહેતાનો જન્મદિવસ છે .
સાયલામાં જન્મેલા બબલભાઈ મહેતાનું બાળપણ હળવદમાં વીત્યું હતું .પિતા પ્રાણજીવન મહેતાનું અવસાન બબલભાઈની માત્ર ૧ વર્ષની ઉમરે થતા તેમના ઉછેર અને જીવન ઘડતરની જવાબદારી માતા દિવાળીબાએ સંભાળી હતી .
મહાત્મા ગાંધીના સંપર્કમાં આવ્યા પછી બબલભાઈએ તેમના રચનાત્મક કામોમાંથી સફાઈ પ્રવુતિને મનગમતી પ્રવુતિ બનાવી હતી
.બબલભાઈ દરરરોજ ૨ કલાક સફાઈ પ્રવુતિ માટે આપતા હતા તેમના જેવો સફાઈને સમર્પિત સેવક ગુજરાતમાં તો નહિ જ ભારતમાં મળવો મુશ્કેલ છે .લોકસેવક બબલભાઈના પગલા જ્યાંજ્યાં પડ્યા ત્યાં ત્યાં સ્વચ્છતાનો ઉજાસ ફેલાયો હતો .
બબલભાઈ મહેતાએ પોતાની પ્રવુતિના કેન્દ્ર તરીકે ખેડા જીલ્લાના થામણા ગામને પસંદ કર્યું હતું ત્યાં સફાઈ અને ગાંધીવાદી રચનાત્મક પ્રવુતિઓમાં પોતાનું જીવન સમર્પિત કર્યું હતું .
બબલભાઈ રચનાત્મક કાર્યકરની સાથે સારા લેખક પણ હતા .મારું ગામડું ,મહારાજ થયા પહેલા ,ભીંતચિત્રો દ્રારા લોકશિક્ષણ ,રવિશંકર મહારાજ ,ભૂદાન અને સર્વોદય ,જીવન સૌરભ ,સફાઈમાં ખુદાઈ ,સર્વોદયની વાતો - ૫ ભાગમાં અને આત્મકથા મારી જીવનકથા જેવા પુસ્તકો તેઓએ લખ્યા છે .
ગાંધીની સાર્ધશતાબ્દી ઉજવવા માટે હિન્દુસ્તાન સાબદું થયું છે ત્યારે સફાઈના આવા પાયાના કાર્યકર બબલભાઈ મહેતાનું સ્મરણ થવું રહ્યું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૧૦ ઓકટોબર ૨૦૧૮ ,અમદાવાદ
Comments
Post a Comment