સોહરાબ મોદી
- Get link
- X
- Other Apps
૨ નવેમ્બર
સોહરાબ મોદી (૧૮૯૭ - ૧૯૮૪ )
આજે તારીખ ૨ નવેમ્બર અને અભિનેતા સોહરાબ મોદી અને ફ્રાંસની રાણી આન્ત્વાઈનનો જન્મદિવસ છે .
સોહરાબ મોદી (૧૮૯૭ - ૧૯૮૪ )
આજે તારીખ ૨ નવેમ્બર અને અભિનેતા સોહરાબ મોદી અને ફ્રાંસની રાણી આન્ત્વાઈનનો જન્મદિવસ છે .
માતા-પિતાના ૧૧મા બાળક તરીકે જન્મેલા સોહરાબ મોદીના પિતા મધ્યપ્રદેશના રામપુરના નવાબના સુપ્રિટેન્ડટ હતા .બચપણથી જ અભિનયનો શોખ ધરાવતા સોહરાબ મોદી ૧૯૧૪મા મુંબઈથી મેટ્રિક થઇ પારસી થિયેટરમાં સક્રિય થયા હતા .નાટક કંપનીમાં કામ કર્યું ,આર્ય સુબોધ થિયેટ્રીકલ કંપનીની સ્થાપના કરી .
૧૯૩૫મા સ્ટેજ કંપની દ્રારા ખૂન કા ખૂન નામની ફિલ્મનું નિર્માણ -દિગ્દર્શન કર્યું હતું . મિનરવા મુવિટોન નામની ફિલ્મ કંપની બનાવી . તેના નેજા નીચે ૩૭ થી વધુ ફિલ્મોનું નિર્માણ કર્યું હતું .પુકાર યાને દિ ગ્રેટ મુઘલ સોહરાબ મોદીની સીમાસ્તંભ ફિલ્મ હતી .
સોહરાબ મોદી અભિવ્યક્તિ અને કંઠને અભિનયકળાના બે મહત્વના સિદ્ધાંતો માનતા હતા .તેમની સિકંદર ફિલ્મ પર સ્વતંત્રતા આંદોલન દરમિયાન અંગ્રેજોએ પ્રતિબંધ મુકાયો હતો .સોહરાબ મોદીની ફિલ્મોમાં ઐતિહાસિક અને ધાર્મિક ફિલ્મોનું પ્રમાણ વધુ હતું .
તેઓ ભારતીય રાજનેતાઓ અને ઉદ્યોગપતિઓના પણ પ્રિય અભિનેતા રહ્યા હતા .પોતાની ફિલ્મોમાં શિસ્ત અને પરફેક્શનના આગ્રહી સોહરાબ મોદીને હાથી બહુ જ ગમતા હતા .
૧૯૮૦મા તેમને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર પ્રાપ્ત થયો હતો .તત્કાલીન રાષ્ટ્રપતિએ કહેલું કે મોદી સાહેબ તમારી તબિયત સાચવજો ,અમારે તમારી જરૂર છે .
શત પ્રતિશત સજ્જન ,વિનમ્ર ,નિષ્ઠાવાન અને પ્રેમાળ સ્વભાવના અને મોટી ઉમરે લગ્ન કરનાર આ અભિનેતાનું ૨૮ જાન્યુઆરી ૧૯૮૪ના રોજ ૮૬ વર્ષની પૌઢ વયે અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર , ૨ નવેમ્બર ૨૦૧૯ ,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment