જયંતિ દલાલ


  
પાદરના તીરથ : જયંતિ દલાલ (૧૯૦૯ ..૧૯૭૦ )
આજે તારીખ ૧૮ નવેમ્બર અને વી. શાંતારામ , બટુકેશ્વર દત્ત અને આપણી ભાષાના ગણમાન્ય સાહિત્યકાર અને કર્મશીલ જયંતિ દલાલનો જન્મદિવસ છે.  જયંતિ દલાલનો જન્મ અમદાવાદમાં થયો હતો. પિતા દેશી નાટક સમાજ ચલાવતાં તેથી અનેક જગ્યાએ ભટકવું પડતું . જયંતિ દલાલ ૧૯૨૫ માં મેટ્રિક પાસ થયા કોલેજ શિક્ષણ માટે ગુજરાત કોલેજમાં દાખલ થયા પણ દાંડીકુચના જુવાળમાં અભ્યાસ છોડ્યો . ૧૯૩૯ માં પ્રકાશન ગૃહ શરૂ કર્યું. સોયનું નાકું , દ્રોપદી , જીવન દીપ , જવનિકા , પ્રવેશ બીજો , પ્રવેશ ત્રીજો , ચોથો પ્રવેશ , રંગ તોરણ , અવતરણ , અડખે પડખે ,શહેરની શેરી , કાચા લાકડાંની માયા , ધીમું અને વીભા , જૂનું છાપું , પાદરનાં તીરથ અને મહાગુજરાત નાં નીરક્ષીર જેવાં એકાંકી , ટુંકીવાર્તા , નાટક , નવલકથા અને ઇતિહાસ વિષયક પુસ્તકો લખ્યાં છે. તેમની સાહિત્ય સર્જનનું નર્મદ ચંદ્રક , રણજિતરામ સુવર્ણચંદ્રકથી થયું હતું . રેખા , ગતિ અને નવગુજરાત જેવાં સામયિકોમાં પણ જયંતિ દલાલનું  નોંધપાત્ર યોગદાન રહ્યું હતું.  ૧૯૫૬ થી ૧૯૬૦ સુધી ચાલેલા મહાગુજરાત આંદોલનનાં નેતા તરીકે પણ જયંતિ દલાલનું સ્મરણ થાય છે. જયંતિ દલાલ મુંબઈ વિધાનસભાના સભ્ય પણ રહ્યાં હતાં. ટોલ્સટોયનાં વોર એન્ડ પીસ સમેત જયંતિ દલાલે ૪૦ થી વધુ પુસ્તકોનો અનુવાદો કર્યા છે. જયંતિ દલાલનું ૨૪ ઓગસ્ટ ૧૯૭૦ નાંજ અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
 સૌજન્ય : દિવ્ય ભાસ્કર , ૧૮ નવેમ્બર ૨૦૧૯,અમદાવાદ


Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ