મણિકર્ણીકા
- Get link
- X
- Other Apps
૧૯ નવેમ્બર
મણિકર્ણિકા : રાણી લક્ષ્મીબાઈ ( ૧૮૨૮ -૧૮૫૮ )
આજે તારીખ ૧૯ નવેમ્બરના રોજ ભારતના પહેલા મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી ,પુરાતત્વવિદ ડી.આર.ભાડારકાર, સિને અભિનેત્રી ગોહરબાનું ,દારાસિંઘ અને મનુ ,મણીકર્ણિકા ,મર્દાની ,વીરાંગના ,છબીલી જેવા અનેક ઉપનામોથી જાણીતા બનેલા ઝાંસીના રાણી લક્ષ્મીબાઈનો જન્મદિવસ તથા રંગ અવધૂત મહારાજની પુણ્યતિથિ છે .

વારાણસીમાં જન્મેલા લક્ષ્મીબાઈના લગ્ન ઝાંસીના રાજા ગંગાધરરાવ નેવાલકર સાથે થયા હતા .પ્રથમ પુત્રના અવસાન પછી અંગ્રેજોએ દત્તક પુત્ર લેવાનો અધિકાર નકારતા લક્ષ્મીબાઈ અંગ્રેજો વિરુદ્ધ મેદાને પડ્યા હતા . પ્રતિક્રિયારૂપે ઝાંસી રાજ્ય પર પર ૭ માર્ચ ૧૮૫૪ના રોજ કબજો કરી બ્રિટીશ શાસને કડક નિયંત્રણો લાદ્યા .
અંગ્રેજો સામે લડવા રાણીએ મહિલાઓના મોરચા સમેત શક્તિશાળી સેના તૈયાર કરી . " મૈ અપની ઝાંસી નહિ દુંગી " ના નારા સાથે કાલપી વગેરે જેવા અનેક સ્થાનોએ અંગ્રેજો સાથે યુદ્ધો કર્યા .આખરે પોતાના ઝાંસી માટે લડતી રાણી ૧૮ જુન ૧૮૨૮ના રોજ યુદ્ધ મોરચે જ વીરગતિને વરી .
માત્ર ૨૯ વર્ષની વયે શહીદ થયેલા રાણી લક્ષ્મીબાઈ આજે પણ ભારતીય મહિલાઓ જ નહિ પણ સ્વમાન અને સ્વતંત્રતા માટે લડતા સહુ કોઈ માટે પ્રેરણાનું ભાથું મુક્તા ગયા છે .ભારત સરકારે તેમની સ્મૃતિમાંટપાલટિકિટ બહાર પાડી હતી .
"ચમક ઉઠી સન સત્તાવન મૈ ,વહ તલવાર પુરાની થી ,
બુન્દેલ હરબોલો કે મુંહ હમને સુની કહાની થી ,
ખુબ લડી મર્દાની વો તો ઝાંસીવાલી રાની થી "
જેવી કાવ્યપંક્તિઓ દ્રારા આજે પણ હિન્દુસ્થાન આ મહાનાયિકાનું પુણ્ય સ્મરણ કરે છે .
અરુણ વાઘેલા
"ચમક ઉઠી સન સત્તાવન મૈ ,વહ તલવાર પુરાની થી ,
બુન્દેલ હરબોલો કે મુંહ હમને સુની કહાની થી ,
ખુબ લડી મર્દાની વો તો ઝાંસીવાલી રાની થી "
જેવી કાવ્યપંક્તિઓ દ્રારા આજે પણ હિન્દુસ્થાન આ મહાનાયિકાનું પુણ્ય સ્મરણ કરે છે .
અરુણ વાઘેલા
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment